Independence Day 2021: ભૂતપૂર્વ સૈનિકોએ સ્વતંત્રતાનાં દિવસે સિંઘુ સરહદ તરફ કરી કૂચ , ખેડૂતોના સમર્થનમાં ફરકાવ્યો તિરંગો

|

Aug 15, 2021 | 10:12 PM

દેશના જુદા જુદા ભાગોના ખેડૂતો ગયા વર્ષે નવેમ્બરથી ત્રણ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આજે 75 માં (75th Independence Day) સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખેડૂતોએ 'કિસાન મઝદુર આઝાદી સંગ્રામ દિવસ' ઉજવ્યો.

Independence Day 2021: ભૂતપૂર્વ સૈનિકોએ સ્વતંત્રતાનાં દિવસે સિંઘુ સરહદ તરફ કરી કૂચ , ખેડૂતોના સમર્થનમાં ફરકાવ્યો તિરંગો
સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખેડૂતોના સમર્થનમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો.

Follow us on

Independence Day 2021: 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે (75th Independence Day) , ભૂતપૂર્વ સૈનિકોએ રવિવારે સિંઘુ સરહદ પર માર્ચ કાઢી હતી, જ્યાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ ‘કિસાન મઝદુર આઝાદી સંગ્રામ દિવસ’ ઉજવ્યો હતો. ખેડૂત નેતા રમિન્દર સિંહ પટિયાલાએ જણાવ્યું હતું કે ખેડૂત નેતા સતનામ સિંહે સિંઘુ બોર્ડર પર તિરંગો ફરકાવ્યો હતો અને કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂત નેતા સતનામ સિંહ (85) એ સવારે 11 વાગ્યે તિરંગો ફરકાવ્યો, ત્યારબાદ ભૂતપૂર્વ સૈનિકોએ આગળ કૂચ કરી. જલંધરની ડીએવી કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં લગભગ દોઢ થી બે કલાક સુધી ભાંગડા કરવામાં આવ્યા. આ કાર્યક્રમ લગભગ 3 થી 4 વાગ્યે સમાપ્ત કરવામાં થયો. જમ્હૂરી કિસાન સભાના મહામંત્રી કુલવંત સિંહે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કિસાન મઝદુર આઝાદી સંગ્રામ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

ખેડૂતોના સમર્થનમાં ફરકાવવામાં આવ્યો ધ્વજ 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભૂતપૂર્વ સૈનિકોએ KFC રેસ્ટોરન્ટથી સિંઘુ બોર્ડર પર મુખ્ય સ્ટેજ સુધી માર્ચ કાઢી. પટિયાલાએ કહ્યું, ‘કિસાન મઝદૂર આઝાદી સંગ્રામ દિવસ’ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે, જ્યાં લોકોએ ખેડૂતોના સમર્થનમાં ધ્વજ ફરકાવ્યો. અન્ય એક નેતાએ કહ્યું કે ટિકરી બોર્ડર પર પણ ખેડૂતોના સમર્થનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

ખેડૂતો ગયાં વર્ષથી કરી રહ્યા છે વિરોધ

તેમણે કહ્યું કે ‘તિરંગા યાત્રા’ ગાઝીપુર બોર્ડર પર થઈ હતી. અમે સવારે 8 વાગ્યે ધ્વજ ફરકાવ્યો. ભારતીય કિસાન યુનિયન (BKU) ના ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે હાપુડથી 500 મોટરસાઇકલની ‘તિરંગા યાત્રા’ બપોરે 2 વાગ્યે ગાઝીપુર બોર્ડર પર પહોંચી. દેશના જુદા જુદા ભાગોના ખેડૂતો ગયા વર્ષે નવેમ્બરથી ત્રણ કૃષી કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવની (MSP) સિસ્ટમને રદ કરતા કાયદાઓ અંગે શંકા વ્યક્ત કરી છે અને તેમને મોટા નિગમોની દયા પર છોડી દેવામાં આવ્યા છે. સરકાર આ ત્રણ કાયદાઓને મુખ્ય કૃષિ સુધારા તરીકે રજૂ કરી રહી છે. બંને પક્ષો વચ્ચેની મડાગાંઠને ઉકેલવા માટે 10 થી વધારે વખત કરવામાં આવેલી બેઠક નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો : ભારત કરી રહ્યું છે 3 અરબ ડોલરના ફોનની નિકાસ, ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ પર મોદીએ આપ્યું આ મહત્વનું નિવેદન

આ પણ વાંચો : Indian Railway News: હવે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં પહોંચતા 12 કલાક લાગશે, જાણો કઈ રીતે

Next Article