ઓમિક્રોન વેરિયન્ટથી હાહાકાર : આ રાજ્યમાં ફરીથી સ્કૂલો બંઘ થવાના એંધાણ

|

Dec 01, 2021 | 7:07 AM

સંસદીય સચિવ વિકાસ ઉપાધ્યાયે કેન્દ્ર સરકાર પાસે નિષ્ણાત ટીમની રચના કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, સરકારે સ્વતંત્ર નિષ્ણાતોના કમિશનની રચના કરવી જોઈએ. જે રોગચાળા સામેના કામનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરી શકે.

ઓમિક્રોન વેરિયન્ટથી હાહાકાર : આ રાજ્યમાં ફરીથી સ્કૂલો બંઘ થવાના એંધાણ
Omicron Variant effect

Follow us on

Chhattisgarh:  કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Variant) ખતરા વચ્ચે છત્તીસગઢમાં શાળાઓ ફરી બંધ થઈ શકે છે. એક દિવસ પહેલા જ વન મંત્રી મોહમ્મદ અકબરે શાળા ખોલવા પર પુનર્વિચાર કરવાની વાત કરી હતી. ત્યારે હવે સંસદીય સચિવ વિકાસ ઉપાધ્યાયે(Vikash Upadhyay) સરકાર પાસે શાળાઓ બંધ કરવાની માગ ઉઠાવી છે.

સંસદીય સચિવ અને રાયપુર પશ્ચિમના ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાયે કહ્યું કે, કેન્દ્ર સરકાર તેને રોકવા માટે કંઈક કરી શકે તે પહેલાં આપણે જાતે જ સખત નિર્ણયો લેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે, છત્તીસગઢમાં 9 વર્ષના બાળકથી લઈને વૃદ્ધો પણ સંક્રમણના દાયરામાં આવી ગયા છે.

શૈક્ષણિક સંસ્થાઓને પહેલાની જેમ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આવી સ્થિતિમાં એ યોગ્ય રહેશે કે તમામ શૈક્ષણિક સંસ્થાઓને (Education Institute) પહેલાની જેમ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે. તેમણે ચેતવણી આપતા જણાવ્યુ કે, છત્તીસગઢમાં જે રીતે નાના શહેરોથી અન્ય સ્થળોએ કેટલાક લોકો માસ્ક પહેરતા નથી અને સામાજિક અંતરનું પાલન કરતા નથી. આ ખૂબ જ ચિંતાજનક છે. વિકાસ ઉપાધ્યાયે માસ્ક માટે કડક નિયમો બનાવતી વખતે માસ્ક ન પહેરનારાઓ પર મોટો દંડ લગાવવાનું પણ સૂચન કર્યું છે.

ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક !

વધુમાં વિકાસ ઉપાધ્યાયે જણાવ્યું કે, ઓમિક્રોન પર નિષ્ણાતોએ આપેલા અભિપ્રાય મુજબ તેમાં કુલ 50 મ્યુટેશન થયા છે. જેમાં 30 થી વધુ મ્યુટેશન સ્પાઇક પ્રોટીનમાં થયા છે. મોટાભાગની રસીઓ વાયરસના પ્રોટીન પર હુમલો કરે છે અને તેના દ્વારા વાયરસ શરીરમાં પણ પ્રવેશ કરે છે. આપણા શરીરના કોષો સાથે સંપર્કમાં આવતા વાયરસના ભાગની વાત કરીએ તો તેમાં 10 મ્યુટેશન થયા છે. જ્યારે વિશ્વભરમાં વિનાશનું કારણ બનેલા ડેલ્ટા વેરિઅન્ટમાં (Delta Variant) માત્ર બે મ્યુટેશન હતા. જેનાથી સ્પષ્ટ છે કે જો ઓમિક્રોન છત્તીસગઢમાં દસ્તક આપે છે તો તે લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

કેન્દ્ર સરકારે નિષ્ણાત ટીમની રચના કરવી જોઈએ

ઉપરાંત વિકાસ ઉપાધ્યાયે કેન્દ્ર સરકાર ((Central Government) પાસે નિષ્ણાત ટીમની રચના કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, સરકારે સ્વતંત્ર નિષ્ણાતોના કમિશનની રચના કરવી જોઈએ જે રોગચાળા સામેના કામનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરી શકે.વધુમાં તેમણે કહ્યું કે, આરોગ્ય પ્રણાલીને વધુ મજબૂત કરવાની જરૂર છે. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે તો દેશની આરોગ્ય વ્યવસ્થા ઘણી મજબૂત બની શકે છે.

 

આ પણ વાંચો : ખેડૂતોની માંગણી પ્રત્યે મોદી સરકારનું વધુ એક પગલું, MSP સહિતના મુદ્દાઓ અંગે સમિતિના ગઠન માટે 5 ખેડૂત નેતાઓના નામ માંગ્યા

આ પણ વાંચો : હાઈ એલ્ટિટ્યૂડ સુડો સેટેલાઈટની તૈયારીમાં લાગ્યુ ભારત, 200 કિમી દૂરથી દુશ્મન પર નજર રાખી શકશે

Next Article