શું દેશનું ગૌરવ એવા ત્રિરંગાને આ રીતે લટકાવવા યોગ્ય છે ? જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન સદન બિલ્ડીંગમાં પડદાની જેમ લટકાવવામાં આવ્યો હતો. આ બિલ્ડીંગના રિનોવેશનની કામગીરી દિવસભર ચાલુ રહી હતી. બધા કર્મચારીઓ અને અધિકારીઓ અહીં આવતા રહ્યા, પરંતુ કોઈની નજર તેના પર પડી નહીં, શું આવું શક્ય છે? શું તે ત્રિરંગાનું અપમાન નહીં ગણાય?
UP કોંગ્રેસ કહી રહી છે આ વાત
આ વીડિયોમાં પ્રયાગરાજના મ્યુનિસિપલ કોર્પોરેશનનો છે એવું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ TV 9 Gujarati આની પુષ્ટી કરતું નથી કે તે વીડિયો ક્યાં કોર્પોરેશનનો છે. UP કોંગ્રેસ એવું કહી રહી છે કે, “આ પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા છે. જ્યાં મેયર બેસે છે. તેમની ઉપરની બારી પર પડદાને બદલે ત્રિરંગો લટકાવવામાં આવ્યો છે. તે પણ ઉંધો કરીને. નગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપનો અહંકાર વધુ આસમાને પહોંચ્યો છે. શું મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ નથી સમજતા કે આ તિરંગાનું અપમાન છે?”
આ વીડિયો UP કોંગ્રેસના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર 29 મે 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. પરંતુ આ વીડિયો તાજેતરનો છે કે જુનો વીડિયો છે તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. આ વીડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો છે અને કોને રેકોર્ડ કર્યો છે તે ક્લીયર કહી શકાતું નથી.
આ મામલો પ્રયાગરાજના મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસની બિલ્ડિંગ સાથે સંબંધિત છે. આ મોટા હોલમાં જૂન મહિનાથી નવી રચાયેલી કારોબારી સમિતિની બેઠક મળશે. જેમાં મેયર સહિત 100 કાઉન્સિલરો ભાગ લેશે. આ પહેલા આ બિલ્ડીંગના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ મોટા હોલમાં નવી ખુરશીઓ લગાવવાની સાથે દિવાલો પર પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. જ્યારે આ મોટા હોલની તપાસ કરી તો ખબર પડી કે અહીં ત્રિરંગો પડદાની જેમ લટકાવવામાં આવ્યો છે.
જુઓ વીડિયો
यह प्रयागराज नगर निगम का वह स्थान है। जहां मेयर साहब बैठते हैं।
इनके ऊपर की खिड़की पर पर्दे की जगह तिरंगा टांग दिया गया है। वो भी उसे उल्टा करके।
निकाय चुनाव के बाद भाजपा का घमंड और भी आकाश चढ़ गया है।
क्या मेयर साहब और नगर निगम के सारे अधिकारियों-कर्मचारियों के पास इतनी समझ… pic.twitter.com/lBxErt3JTW
— UP Congress (@INCUttarPradesh) May 29, 2023
નિયમોમાં પ્રોટોકોલનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે, ત્રિરંગા ઝંડાને લઈને જાહેર કરાયેલા નિયમોમાં તેને પડદા તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આને ત્રિરંગાના પ્રોટોકોલનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આવું કરવા પર પોલીસ કાર્યવાહી પણ કરી શકે છે. નિયમોમાં સ્પષ્ટ લખ્યું છે કે, તિરંગાનો ઉપયોગ પડદા તરીકે કરી શકાય નહીં. પરંતુ મહાનગરપાલિકા ગૃહના હોલમાં આવું બની રહ્યું છે. તે પણ મેયરની ખુરશીની બરાબર ઉપર. અહીં એક બારીને ત્રિરંગાના પડદાથી ઢાંકવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં મહાનગરપાલિકાની નવી કારોબારી મંડળની રચના કરવામાં આવી છે. અહીં ભાજપના ગણેશ કેસરવાની જંગી મતોથી મેયર તરીકે ચૂંટાયા છે. શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ પણ યોજાયો છે. હવે માત્ર મીની હાઉસ મીટીંગની રાહ જોવાઈ રહી છે. હાલમાં જ આ અંગે એક નવી સ્ટાઈલ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ત્રિરંગાને લઈને મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની આ બેદરકારી યોગ્ય નથી. હવે જ્યારે કેન્દ્ર સરકારે ગયા વર્ષે દરેક ઘરમાં તિરંગા ઝુંબેશ ચલાવીને લોકોને જાગૃત કર્યા છે, ત્યારે આવી સ્થિતિમાં જો સરકારના પ્રતિનિધિઓ જ આવું કરશે તો સામાન્ય જનતા પર તેની શું અસર થશે. આ પોતાનામાં એક મોટો પ્રશ્ન છે.
રાષ્ટ્રધ્વજ સાથે કડક આચારસંહિતા પણ છે, જેનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે. તિરંગો હાથમાં લેતા પહેલા જાણી લો તેનું સન્માન કેવી રીતે કરવું.