ગુંટુરમાં ચંદ્રબાબુ નાયડુની જાહેર સભામાં થઈ નાસભાગ, 3 લોકોના મોત, અનેક ઘાયલ

આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં TDP નેતા ચંદ્રબાબુ નાયડુની જાહેર સભા દરમિયાન નાસભાગમાં હાલમાં 3 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે.

ગુંટુરમાં ચંદ્રબાબુ નાયડુની જાહેર સભામાં થઈ નાસભાગ, 3 લોકોના મોત, અનેક ઘાયલ
Guntur stampede
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 01, 2023 | 10:46 PM

આંધ્રપ્રદેશથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચંદ્રબાબુ નાયડુની જાહેર સભામાં ફરી એકવાર નાસભાગ થઈ છે. આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં TDP નેતા ચંદ્રબાબુ નાયડુની જાહેર સભા દરમિયાન નાસભાગમાં હાલમાં 3 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. તાજેતરમાં જ TDP નેતા ચંદ્રબાબુ નાયડુની જાહેર સભા દરમિયાન નેલ્લોરમાં થયેલી નાસભાગમાં 8 લોકોના મોત થયા હતા. ગુંટુરના પોલીસ અધિક્ષક આરિફ હાફીઝ એ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, ગુંટુર જિલ્લામાં ટીડીપી નેતા એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આયોજિત જાહેર સભા દરમિયાન 3 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

મળતી માહિતી  અનુસાર,  વિકાસ નગરમાં રવિવારના દિવસે આયોજિત સંક્રાંતિ ઉપહાર કાર્યક્રમમાં નાસભાગ થઈ હતી જેમાં અત્યાર સુધી 3 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ બધા વચ્ચે સ્થાનીક લોકોએ આરોપ લગાવ્યો છે કે, તેલુગૂ દેશમ પાર્ટીના નેતાઓ દ્વારા છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં મહિલાઓ આવી રહી હતી અને સુરક્ષા વ્યવસ્થા નબળી હતી.

 

28 ડિસેમ્બરે પણ બની હતી આવી જ ઘટના

 


28 ડિસેમ્બરના રોજ આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુનો રોડ શો હતો. આ રોડ શો દરમ્યાન નાસભાગમાં 8 લોકોના મોત થયા હતા. જ્યારે આ ઘટનામા ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ રોડ -શો ભારે ભીડ એકત્ર થતાં બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે ચંદ્રબાબુ નાયડુના એનટીઆર ટ્રસ્ટે મૃતકોના પરિવારજનોને 10 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. ચંદ્રબાબુ નાયડુ બુધવારે સાંજે કંદુકુરમાં રોડ શો કરી રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો ગુડમ ગટર કેનાલને પાર કરી રહ્યો હતો ત્યારે ઘણા કાર્યકરો કેનાલમાં પડ્યા હતા.

 

Published On - 9:20 pm, Sun, 1 January 23