Central cabinet: ધોરણ 6 થી 8માં વ્યવસાયિક શિક્ષણ ઉપર મૂકાશે ભાર, સરકારી શાળામાં પણ હવેથી હશે પ્લે સ્કૂલ

|

Aug 04, 2021 | 5:53 PM

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. તેની ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. પછાત વિસ્તારોમાં તે 12 ધોરણ સુધી કરવામાં આવશે.

Central cabinet: ધોરણ 6 થી 8માં વ્યવસાયિક શિક્ષણ ઉપર મૂકાશે ભાર, સરકારી શાળામાં પણ હવેથી હશે પ્લે સ્કૂલ
Union Education Minister Dharmendra Pradhan

Follow us on

કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Union Education Minister Dharmendra Pradhan) જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની (Central cabinet) બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન મંડળે 1 લી એપ્રિલ 2021 થી 31 માર્ચ 2026 સુધી શાળા શિક્ષણ માટે સમગ્ર શિક્ષા યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. તેની ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. પછાત વિસ્તારોમાં તે 12 ધોરણ સુધી કરવામાં આવશે. રાણી લક્ષ્મીબાઈ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કે જે ખાસ છોકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ માટેની પહેલ છે. આ માટે, 3 મહિના માટે તાલીમમાં 3000 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, તેને વધારીને હવેથી 5000 રૂપિયા કરવામાં આવશે. પ્રથમ વખત સરકારે એકંદર શિક્ષણ યોજનામાં બાળ સુરક્ષાનો સમાવેશ કર્યો છે. બાળ અધિકારોના રક્ષણ માટે કમિશનની સ્થાપના માટે રાજ્યોને સહાય આપવામાં આવશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

 

તેમણે કહ્યું કે 6 થી 8 ધોરણ સુધી વ્યાવસાયિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. 9-12ના વર્ગોમાં કુશળતાનું ધ્યાન રાખવામાં આવશે. વધુ આધુનિક કુશળતા તેમજ કોડિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી વગેરેને ઔપચારિક બનાવવા માટે શાળાઓમાં વાતચીત થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સમગ્ર શિક્ષા 2.0 હેઠળ, પ્લે સ્કૂલ અને આંગણવાડીનું ઔપચારિકરણ કરવામાં આવી રહ્યું છે. સરકારી શાળાઓમાં પ્લે સ્કૂલ પણ હશે. શિક્ષકોને તે મુજબ તાલીમ આપવામાં આવશે.

સમગ્ર શિક્ષા યોજના 2026 સુધી લંબાવાઈ
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગ માટે શાળાકીય શિક્ષણને સુલભ બનાવવા અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાના ઉદ્દેશથી 2018 માં સમગ્ર શિક્ષા યોજના અમલમાં મુકવામાં આવી હતી. હવે તેને 1 લી એપ્રિલ 2021થી માર્ચ 2026 સુધી લંબાવવામાં આવશે. આમાં કુલ રૂ. 2,94,283 કરોડની નાણાકીય જોગવાઈ હશે. આમાં કેન્દ્રનો હિસ્સો 1,85,398 કરોડ રૂપિયા હશે. આ યોજના સરકારી અને સરકારી સહાયતા ધરાવતી (ગ્રાન્ટ ઈન એઈડ) 11.6 લાખ શાળાઓ, 15.6 કરોડ વિદ્યાર્થીઓ અને 57 લાખ શિક્ષકોને આવરી લેવાશે.

આ પણ વાંચોઃ Corona Cases Update: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, ત્રીજી લહેર ઘાતક ન નીવડે તે માટે આરોગ્ય તંત્રએ દોડધામ શરૂ કરી

 

આ પણ વાંચોઃ Parliament Monsoon Session: 6 સાંસદોએ ગૃહમાં મચાવી ધમાલ, રાજ્યસભામાંથી થયા સસ્પેન્ડ

 

 

Published On - 5:49 pm, Wed, 4 August 21

Next Article