ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ (Kristalina Georgieva) શ્રીલંકાને (Sri Lanka) મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી છે. શ્રીલંકા તેની આઝાદી પછીની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાં ખોરાક અને ઈંધણની અછત છે. સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને મદદ કરવા બદલ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. તેમણે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) ખાતરી આપી હતી કે સંસ્થા આ દ્વિપક્ષીય દેશ સાથે એક્ટિવ રીતે કામ કરવાનું ચાલુ રાખશે.
વોશિંગ્ટન ડીસીમાં IMF-World Bank (WB)ની વસંત બેઠક દરમિયાન નાણામંત્રી સીતારમણને જ્યોર્જિવાએ આ વાત કહી. નાણામંત્રી અને IMF MD સાથે મુખ્ય આર્થિક સલાહકાર અનંત વી નાગેશ્વરન અને IMFના FDMD ગીતા ગોપીનાથ જેવા વરિષ્ઠ અધિકારીઓ હતા. જ્યોર્જિવાએ ભારત પછી અસરકારક નીતિ મિશ્રણનો પણ ઉલ્લેખ કર્યો હતો. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ IMFની ક્ષમતા વિકાસ પ્રવૃત્તિઓમાં તેના યોગદાન માટે ભારતની પ્રશંસા કરે છે.
નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ તેમણે અન્ય દેશોને કોવિડ-19 રાહત સહાય પૂરી પાડવા બદલ ભારતની પણ પ્રશંસા કરી. મંત્રાલયના જણાવ્યા મુજબ જ્યોર્જિવાએ ભારતની લક્ષ્યાંકિત નીતિઓની પણ ચર્ચા કરી, જેણે વૈશ્વિક કટોકટી છતાં ભારતીય અર્થવ્યવસ્થાને ટકી રહેવામાં મદદ કરી. નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે જ્યોર્જિવાએ કોવિડ 19 રોગચાળા દરમિયાન સફળ રસીકરણ કાર્યક્રમ માટે ભારતને અભિનંદન પણ આપ્યા. આ સાથે તેમણે જરૂરિયાતમંદ દેશોને કોવિડ 19 સંબંધિત મદદ કરવા બદલ ભારતની પ્રશંસા પણ કરી.
જ્યોર્જિવા સાથેની તેમની વાતચીત દરમિયાન સીતારમણે મૂડી ખર્ચ દ્વારા આર્થિક વિકાસને ટેકો આપવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાને ધ્યાન દોર્યું હતું કે ભારતના ઉદાર રાજકોષીય વલણ સાથે મુખ્ય માળખાકીય સુધારાઓ અને મજબૂત નાણાકીય નીતિઓએ ભારતની આર્થિક સુધારણામાં મદદ કરી છે.
વર્તમાન ભૌગોલિક રાજકીય વિકાસની ચર્ચા કરતી વખતે નિર્મલા સીતારમણ અને જ્યોર્જિવાએ શ્રીલંકાની કટોકટીની વૈશ્વિક અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ઉર્જાની વધતી કિંમતોને લગતા તેના પડકારોની પણ ચર્ચા કરી હતી. શ્રીલંકા તેની આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકામાં ખોરાક અને ઈંધણની અછત છે અને વધતી મોંઘવારી અને પાવર કટથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. આ કારણે શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ મોટાપાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જનતાનું માનવું છે કે સરકાર સંકટને સંભાળવામાં નિષ્ફળ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે વોશિંગ્ટન પહોંચ્યા હતા.
આ પણ વાંચો: સોનિયા ગાંધીના ઘરે 4 કલાક ચાલી કોંગ્રેસ નેતાઓની બેઠક, રાહુલ ગાંધીની સૂચક ગેરહાજરી!
આ પણ વાંચો: Russia Ukraine War : હવે યુક્રેન પર થશે કેમિકલ હુમલો ! ખતરનાક કાવતરું ઘડી રહ્યું છે રશિયા