આગામી 3 દિવસ દરમિયાન હવામાનમાં થશે ફેરફાર, ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

|

Nov 29, 2021 | 8:54 PM

IMDના વૈજ્ઞાનિક આર.કે. જેનામણિએ માહિતી આપી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં 1 ડિસેમ્બરથી 2 ડિસેમ્બરની રાત સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

આગામી 3 દિવસ દરમિયાન હવામાનમાં થશે ફેરફાર, ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Heavy Rain

Follow us on

હવામાન વિભાગએ (IMD) તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. IMDના વૈજ્ઞાનિક આર.કે. જેનામણિએ માહિતી આપી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે ગુજરાત, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં 1 ડિસેમ્બરથી 2 ડિસેમ્બરની રાત સુધી ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે.

હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ડિપ્રેશનને કારણે આગામી થોડા દિવસોમાં દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેનામણિએ જણાવ્યું હતું કે, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદની સંભાવના છે. એકંદરે, આગામી થોડા દિવસોમાં હવામાનમાં ઘણા ફેરફારો થશે.

ગુજરાત, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી
IMD અનુસાર, ગુજરાતમાં 1-2 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં 1લી ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ અને 2જી ડિસેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે 5 દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેના લેટેસ્ટ હવામાન બુલેટિનમાં, IMD એ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ અને માહેમાં પણ 29-30 નવેમ્બર દરમિયાન તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમા પણ ભારે વરસાદ પડી શકે છે.

કર્ણાટક સરકારે કેન્દ્રને ટીમ મોકલવા અપીલ કરી
આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 30 નવેમ્બરની રાતથી પહાડો પર હિમવર્ષા અને ઉત્તર-પશ્ચિમ અને તેની આસપાસના મધ્ય ભારતમાં વરસાદ થવાની સંભાવના છે. IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં વ્યાપક વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કેન્દ્રને અપીલ કરી છે કે તે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમ મોકલે. બોમાઈએ કહ્યું, નાણા વિભાગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરીને પત્ર લખ્યો છે. એકવાર ભંડોળ પૂરું પાડવામાં આવશે ત્યારે રાહતની રકમ લોકોને ચૂકવવામાં આવશે.

 

આ પણ વાંચો : Shashi Tharoor: શશિ થરૂરે મહિલા સાંસદો સાથે શેર કર્યો ફોટો, લખ્યું કોણ કહે છે લોકસભા આકર્ષક જગ્યા નથી? સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો

આ પણ વાંચો : જલ્દી જ આવશે બાળકોની વેક્સિનેશનની યોજના, કોરોના ટાસ્ક ફોર્સના અધ્યક્ષે કહ્યું, બૂસ્ટર ડોઝની નીતિ 2 અઠવાડિયામાં થશે જાહેર

Next Article