
IMC નેતા મોઈન સિદ્દીકીએ ધાર્મિક કુવાને બુરવાનો વિરોધ કરનારી હિંદુ મહિલાને ધમકી આપી. મહિલાએ બારાદરી ચોકીમાં મોઈન સિદ્દીકી સામે ફરિયાદ નોંધાવી છે. પૂર્વ પાર્ષદ પર હિંદુઓનો ધાર્મિક કૂવો બુરાવી દેવાનો આરોપ છે. જ્યારે મહિલાએ આ કૂવો બુરવાનો વિરોધ કર્યો તો IMCના મોઈન સિદ્દીકીએ ધમકી આપી કે એકવાર જો અમારી સરકાર આવીને તો હિંદુઓને ઘરમાં ઘુસીને વીણી-વીણીને મારીશુ. હિંદુઓના સર કલમ કરીશુ અને એકપણ હિંદુ ઘરમાં મર્દ બચવા નહીં દઈએ. આ ધમકી બાદ લોકો ડરેલા છે.
સ્થાનિકના જણાવ્યા અનુસાર ચક મહમુદમાં એક જૂનો કૂવો આવેલો છે. જેમા હિંદુ મહિલઓ પૂજા પાઠ કરે છે. આ કૂવાને મોઈન સિદ્દીકીએ બુરાવી દીધો અને હિંદુઓને પૂજા કરતા રોક્યા. આથી સ્થાનિક હિંદુઓએ નગર નિગમમાં ફરિયાદ કરી, આ જ કારણે મોઈન સિદ્દીકી ઉશ્કેરાઈ ગયો.
સ્થાનિકે જણાવ્યુ કે મોઈને મારી માતાને રોકીને ધમકાવી. તેણે ધમકી આપી કે તે અમારા પુરા પરિવારને મારી નાખશે. તેમણે મારી માતાને મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી. જેનાથી મારી માા અત્યંત ડરી ગઈ અને કોઈપણ રીતે ત્યાંથી જીવ બચાવીને નીકળી ગઈ. મોઈનની વાતથી મારી માતા એટલી ડરી ગઈ છે કે તે ખુદ પણ ઘરની બહાર નથી નીકળતી અને મને પણ નથી નીકળવા દેતી.
જીતુની માત માયાદેવીએ કહ્યુ મારી આંખોની સામે પરિવારને મારી નાખવાની મોઈને ધમકી આપી. જીતુની માતા માયા દેવીએ જણાવ્યુ કે મોઈન સિદ્દીકીએ મને કહ્યુ તારા દીકરાને સમજાવી દે અને કૂવાને ફરીથી ખાલી કરાવવાની અરજી દેવાનું બંધ કરે નહીં તો તેનુ સર કલમ થઈ જશે. અમારી સરકાર જેવી આવશે કે હિંદુઓે ઘરમાં ઘુસીને વીણી-વીણીને મારશુ. આ ઘટના બાદ જીતુ સહિત સમગ્ર પરિવાર ડરેલો છે. કોઈપણ ઘરની બહાર નીકળી રહ્યુ નથી.
પીડિત પરિવારે SSP ને ફરિયાદ કરી કે SSP ના આદેશ બાદ બારાદરી થાણામાં મોઈન સિદ્દીકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ઈન્સપેક્ટર સંજય પાંડે એ કહ્યુ કે આરોપી ફરાર છે પોલીસ તેને શોધી રહી છે. બહુ જલદી જ તેની ધરપકડ કવરામાં આવશે. જો કે આ પ્રથમવાર નથી કે મોઈન સિદ્દીકી હિંદુ ધર્મને લઈને આ પ્રકારની ધમકી આપી હોય. આ અગાઉ પણ તે આવી ધમકી આપી ચુક્યો છે અને ધાર્મિક સૌહાર્દ બગાડવાના મામલે જેલની હવા ખાઈ ચુક્યો છે.