રાજસ્થાનની રાજધાની જયપુરમાં માર્ગ અકસ્માત બાદ ઝઘડા અને લડાઈમાં એક મુસ્લિમ યુવકનું મોત થયું છે. આ ઘટના બાદ જયપુરમાં ભારે હોબાળો થયો હતો. હવે તેના પર રાજકારણ ગરમાય રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે મુરાદાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને ધમકીભર્યું અને ઉશ્કેરણીજનક નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. તેમણે આ મામલે કટાક્ષ કરતા કહ્યું હતુ કે દેશમાં 2-4 લાખ નહીં પરંતુ કરોડો મુસ્લિમો છે. જો આવું વર્તન થશે તો ભવિષ્યમાં શું થશે તે સારી રીતે સમજી શકાય છે.
એસટી હસને ભાજપ પર હિન્દુ-મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, બાઇક અથડામણની ઘટનામાં પણ જો હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ શરૂ થશે તો દેશ ક્યાં જશે. તેથી, તે રાજકીય પક્ષો જવાબદાર છે જેઓ ધર્મોની મદદથી આવા વિવાદોને છેડે છે અને લોકોમાં ઉશ્કેરણી પેદા કરે છે. અત્યારે બીજેપી આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ સિવાય કંઈ કરી રહી નથી. જેના કારણે હવે એવું થઈ રહ્યું છે કે સહેજ પણ નાની બાબત બનશે તમને મારી નાખશે. આ માટે આપણું રાજકારણ જવાબદાર છે.
એસટી હસને વધુમાં કહ્યું કે, રાજનીતિ રોજગાર પર હોવી જોઈએ, હિન્દુ-મુસ્લિમ પર નહીં. હવે દેશ માટે મોટો ખતરો ઉભો થશે, કારણ કે મુસ્લિમો આ દેશની બીજી સૌથી મોટી વસ્તી છે. દેશમાં 2-4 લાખ નથી, કરોડો મુસ્લિમો છે. જો તેમની સાથે આવું વર્તન કરવામાં આવશે તો ભવિષ્યમાં શું થશે તે તમે અને હું સારી રીતે સમજીએ છીએ.
એસટી હસને કહ્યું કે જે મોબ લિંચિંગ થઈ રહ્યું છે તે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે જેઓ મોબ લિંચિંગ કરે છે તેમને સ્ટેજ પર આવકારવામાં આવે છે. તેમને હાર પહેરાવવામાં આવે છે. તેઓ જાણે છે કે આપણે ગમે તે કરીએ, કંઈ થવાનું નથી. શું તમે જોયું નથી કે સંસદમાં મુસ્લિમોને શું કહેવામાં આવ્યું હતું અને હવે શું થયું, તેમનો દરજ્જો વધી ગયો.