કોરોનાથી રાહતના સંકેત, ICMRનો દાવો- માર્ચ સુધી ખત્મ થઈ શકે છે ત્રીજી લહેર

|

Feb 05, 2022 | 10:20 AM

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે નિષ્ણાંતોએ સલાહ આપી છે કે સંક્રમણની ત્રીજી લહેર માર્ચ સુધી ખત્મ થવાની સંભાવના છે.

કોરોનાથી રાહતના સંકેત, ICMRનો દાવો- માર્ચ સુધી ખત્મ થઈ શકે છે ત્રીજી લહેર
File Image

Follow us on

ભારતમાં છેલ્લા 2 મહિનાથી કોરોના (Corona Virus)ની ત્રીજી લહેર ચરમસીમા પર છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે નિષ્ણાંતોએ સલાહ આપી છે કે સંક્રમણની ત્રીજી લહેર માર્ચ સુધી ખત્મ થવાની સંભાવના છે. જ્યારે મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.દેશમાં સક્રિય કેસ ઘટીને 14.35 લાખ થઈ ગયા છે. ICMRના એક અધિકારી મુજબ દેશના ઘણા ભાગમાં આ મહિનાના અંત સુધી ત્રીજી લહેર ઓછી થવાની સંભાવના છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ ડૉ. સમીરન પાંડા, એડિશનલ ડાયરેક્ટર જનરલે કહ્યું કે મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં સામે આવનારા નવા કેસોની સંખ્યા આ મહિનાના અંત સુધી ઘટશે. તેની વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શુક્રવારે કહ્યું કે માર્ચના બીજા અને ત્રીજા અઠવાડિયા સુધી મહામારીની ત્રીજી લહેર ખત્મ થઈ શકે છે. અધિકારીએ દૈનિક કેસના આંકડાનો હવાલો આપતા કહ્યું કે મુંબઈ, પૂણે, થાણે અને રાયગઢ જેવા મુખ્ય શહેરોમાં સંક્રમણ ઘટી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રી રાજશે ટોપેએ જણાવી મહારાષ્ટ્રની સ્થિતિ

મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપએ કહ્યું કે સરકાર વધારે પ્રતિબંધ નહીં લગાવે. આગામી દિવસોમાં તેને ધીરે-ધીરે ઓછા કરશે. બે દિવસ પહેલા રાજ્ય મંત્રીમંડળની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલા પ્રતિબંધો પર ચર્ચા કરી.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

 

12-15 વર્ષના બાળકોના રસીકરણ પર ભાર

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,252 નવા કેસ સામે આવ્યા. ત્યારે 75 લોકોએ આ સંક્રમણના કારણે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં ગુરૂવારે ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ નવો કેસ નોંધાયો નથી. અત્યાર સુધી રાજ્યમાં કુલ 3,334 ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. તાજા આંકડા સામે આવ્યા બાદ હવે રાજ્યમાં કુલ 77,68,800 કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે અને 1,42,859 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. તે સિવાય રાજેશ ટોપેએ 12-15 વર્ષના બાળકોના રસીકરણ શરૂ કરવા માટે પણ ભાર મુક્યો છે. તેમને કહ્યું કેન્દ્રને 12-15 વર્ષના બાળકો માટે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

આ પણ વાંચો: Disinvestment : સરકાર LIC ઉપરાંત વધુ 3 કંપનીઓના IPO લાવી શકે છે, વિનિવેશ લક્ષ્ય હાંસલ કરવા મહત્વના નિર્ણય લેવાયા

Published On - 9:54 am, Sat, 5 February 22

Next Article