માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે એકાઉન્ટનું નામ એલાન મસ્કના નામ પર બદલી નાખ્યું, જાણો પછી શું થયુ

બુધવારે સવારે સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ હતું. જો કે, બપોર સુધીમાં ટ્વિટર દ્વારા એકાઉન્ટ ફરીથી શરુ કરવામાં આવ્યું છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે એકાઉન્ટનું નામ એલાન મસ્કના નામ પર બદલી નાખ્યું, જાણો પછી શું થયુ
I&B Ministry's Twitter account hacked (Symbolic Image)
| Edited By: | Updated on: Jan 12, 2022 | 2:36 PM

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting) (@Mib_india )નું ટ્વિટર એકાઉન્ટ બુધવારે સવારે હેક (Heck) કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર, હેકરે I&B મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ (Twitter account)નું નામ એલન મસ્કના નામ પર બદલી નાખ્યું. આ માહિતી મળ્યા પછી ટ્વિટરે તાત્કાલિક પગલાં લીધાં અને એકાઉન્ટમાં ફેરફાર કર્યા. ત્યાર પછી બુધવારે બપોરે, ટ્વિટરે I&B મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટને ફરીથી શરુ કર્યું છે. આ સંદર્ભમાં મંત્રાલય દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મંત્રાલય દ્વારા એકાઉન્ટ રિસ્ટોર કરવા અંગે કરવામાં આવેલા ટ્વિટ બાદ આ મામલો જાહેર થયો છે.

@Mib_indiaના ટ્વિટર પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે, હેકિંગની તપાસ ચાલુ છે

માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting Twitter) ઘણીવાર ટ્વિટર પર સક્રિય હોય છે. જેના કારણે મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ @Mib_india પર મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. માહિતી અનુસાર, I&B મંત્રાલયના ટ્વિટર પર 1.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. I&B મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટને ફરી શરુ કર્યા પછી @Mib_india સાથે બરાબર શું થયું તે જોવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ એકાઉન્ટ હેક થયા બાદ એકાઉન્ટમાંથી બિટકોઈન સંબંધિત સમાચાર ધરાવતી લિંક્સ શેર કરવામાં આવી હતી. જો કે આ અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી નથી.

વડાપ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું છે

ઇન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વધી છે. જેમાં ટ્વિટર પોતાને અભિવ્યક્ત કરવા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. આવી સ્થિતિમાં દેશના જાણીતા લોકોની સાથે સામાન્ય લોકો પણ ટ્વીટર પર સક્રિય છે, પરંતુ તેની સાથે નવા જોખમો પણ સામે આવ્યા છે. ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ @narendramodi પણ એક ટ્વિટ બાદ હેક કરવામાં આવ્યું હતું. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે “કાયદેસર રીતે બિટકોઇનને કાનૂની ટેન્ડર તરીકે અપનાવ્યું છે”. જો કે થોડીવાર બાદ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યુ હતુ. આ પછી વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટર એકાઉન્ટ હેક થયાની માહિતી આપી હતી. આ ઉપરાંત, પીએમઓએ હેકિંગ દરમિયાન કરવામાં આવેલા ટ્વિટને અવગણવાની સલાહ આપી હતી.

આ પણ વાંચોઃ

“ભારત પોતાના સ્વપનોથી પણ યુવા છે”, રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં PM મોદીનુ સંબોધન

આ પણ વાંચોઃ

PM Security Breach Case: વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે 4 સદસ્ય વાળી કમિટીની રચના કરી, ભૂતપૂર્વ ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા અધ્યક્ષતા કરશે