I2U2 Summit 2022: I2U2ની પ્રથમ સમિટમાં PM મોદીએ કહ્યું- આપણે બધા સારા મિત્રો છીએ, 6 ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સહમતિ થઈ

|

Jul 14, 2022 | 5:05 PM

નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) I2U2 ની પ્રથમ સમિટને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, પ્રથમ સમિટથી, I2U2 એ સકારાત્મક એજન્ડા સ્થાપિત કર્યો છે. આપણે ઘણા ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટની ઓળખ કરી છે અને તેમાં આગળ વધવા માટેનો રોડમેપ પણ તૈયાર કર્યો છે.

I2U2 Summit 2022: I2U2ની પ્રથમ સમિટમાં PM મોદીએ કહ્યું- આપણે બધા સારા મિત્રો છીએ, 6 ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સહમતિ થઈ
PM Narendra Modi

Follow us on

I2U2 Summit 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) I2U2 ની પ્રથમ સમિટને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે આજની પ્રથમ સમિટથી, I2U2 એ સકારાત્મક એજન્ડા સ્થાપિત કર્યો છે. આપણે ઘણા ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટની ઓળખ કરી છે અને તેમાં આગળ વધવા માટેનો રોડમેપ પણ તૈયાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ આપણું સહકારી માળખું વ્યવહારુ સહકારનું સારું મોડેલ છે.

6 ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સહમતિ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે બધા સારા મિત્રો છીએ અને મને વિશ્વાસ છે કે I2U2 સાથે આપણે વૈશ્વિક સ્તરે ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપીશું. જણાવી દઈએ કે, પ્રથમ સમિટમાં 6 ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સહમતિ થઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લાપિડ, સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન પણ હાજર હતા.

ચાર દેશોનો સમૂહ છે I2U2

I2U2 એટલે ભારત, ઈઝરાયેલ, USA, UAE. તમને જણાવી દઈએ કે ભારત, ઈઝરાયેલ, UAE અને USA વચ્ચેની વર્ચ્યુઅલ સમિટને ‘I2U2’ નામ આપવામાં આવ્યું છે, જેને પશ્ચિમ એશિયા માટે ક્વોડ તરીકે જોવામાં આવી રહ્યું છે. I2U2 નો હેતુ પાણી, ઉર્જા, પરિવહન, અવકાશ, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા એમ છ પરસ્પર માન્યતા પ્રાપ્ત ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણને પ્રોત્સાહન આપવા અને પ્રોત્સાહિત કરવાનો છે. ગયા વર્ષે 18 ઓક્ટોબરે આ ચાર દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં I2U2 જૂથની કલ્પના કરવામાં આવી હતી. તેમાંના દરેક દેશો સહકારના સંભવિત ક્ષેત્રો પર નિયમિત શેરપા સ્તરની ચર્ચાઓ કરી રહ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

વિદેશ મંત્રાલયે કહી આ વાત

બેઠક પહેલા, વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે આ બેઠકમાં જૂથના નેતાઓ I2U2 માળખા હેઠળ સંભવિત સંયુક્ત પ્રોજેક્ટ્સ અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરશે, જેમાં તેમના ક્ષેત્રમાં અને તેનાથી આગળના આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. વેપાર અને રોકાણ અંગે ચર્ચા અપેક્ષિત છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ્સ આર્થિક સહયોગ માટે એક મોડેલ તરીકે કામ કરી શકે છે અને અમારા ઉદ્યોગપતિઓ અને કામદારો માટે તકો રજૂ કરશે.

Published On - 5:05 pm, Thu, 14 July 22

Next Article