રામ મંદિરના ભૂમિપૂજનમાં ઈકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, ઈકબાલ અંસારી PM મોદીને આપશે આ ભેટ

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમના મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. ઈકબાલ અંસારીએ આમંત્રણ મળ્યા બાદ કહ્યું કે, હું જરૂર હાજર રહીશ, મને ભગવાન રામની મરજીથી જ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં ભાઈચારાની સંસ્કૃતિ […]

રામ મંદિરના ભૂમિપૂજનમાં ઈકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, ઈકબાલ અંસારી PM મોદીને આપશે આ ભેટ
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:50 PM

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમના મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. ઈકબાલ અંસારીએ આમંત્રણ મળ્યા બાદ કહ્યું કે, હું જરૂર હાજર રહીશ, મને ભગવાન રામની મરજીથી જ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં ભાઈચારાની સંસ્કૃતિ છે, હું હંમેશાથી મઠ-મંદિરોમાં જતો રહ્યો છું. ઈકબાલ અંસારી ભૂમિપૂજન કાર્યક્રમમાં પીએમ મોદીને રામ ચરિત માનસ અને રામ નામાની ભેટ આપશે.

આ પણ વાંચો: સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ભંગ બદલ અમદાવાદ વન મોલ સીલ કરાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 1:21 pm, Mon, 3 August 20