હૈદરાબાદ: વિવાદાસ્પદ નિવેદનને લઈને બીજેપી ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ ભારે વિરોધ, ધરપકડની માગ

ખૂબ જ વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહેલા હૈદરાબાદમાં બીજેપી ધારાસભ્ય રાજા સિંહે (BJP MLA raja Sinh) ફરી એકવાર મુસ્લિમો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હતો. મુસ્લિમ સમાજ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે.

હૈદરાબાદ: વિવાદાસ્પદ નિવેદનને લઈને બીજેપી ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ ભારે વિરોધ, ધરપકડની માગ
protests against BJP MLA Raja Singh over controversial statement
| Edited By: | Updated on: Aug 23, 2022 | 8:36 AM

તેલંગાણા(Telangana)ના બીજેપી ધારાસભ્ય રાજા સિંહ (BJP MLA raja Sinh) ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં છે. મુસ્લિમો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા તેલંગાણાના હૈદરાબાદ શહેરના ગોશામહલના ધારાસભ્ય રાજા સિંહે આ વખતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા નામ લીધા વગર પોતાનો નવો વીડિયો જાહેર કર્યો છે. એવું લાગે છે કે રાજા સિંહ જાણીજોઈને શહેરમાં કે દેશમાં અશાંતિ કે તોફાનો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય રાજા સિંહ તેમના કામો માટે નહીં પરંતુ વિવાદો માટે પ્રખ્યાત છે.

રાજા સિંહે હૈદરાબાદમાં સ્ટેન્ડઅપ કોમેડિયન મુન્નાવર ફારૂકીના શોને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેલંગાણા પોલીસની કડક સુરક્ષા વચ્ચે શો સફળ રહ્યો હોવાથી રાજા સિંહ વધુ ગુસ્સે દેખાઈ રહ્યા છે. મુન્નાવર ફારૂકીની સાથે સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ એક વિવાદાસ્પદ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે ગંદી ગંદી ગાળો પણ આપી છે. તેનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર હૈદરાબાદ શહેરમાં હંગામો મચી ગયો છે.

શહેરમાં અશાંતિ ફેલાઈ શકે છે

મુસ્લિમ સમાજના લોકો રસ્તા પર ઉતરીને રાજા સિંહનો વિરોધ કરી રહ્યા છે. અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે. રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડની માંગ કરી છે. શહેર પોલીસ કમિશનરની કચેરી બહાર લોકો ધરણા પર બેઠા છે. લોકોનું કહેવું છે કે જ્યારે પંગબર પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા બાદ બીજેપી નેતાઓ નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે રાજા સિંહને પણ લાગે છે કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

મુનવ્વરનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો

રાજા સિંહે શનિવારે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરો સામે દમનકારી પગલાં લેનાર પોલીસ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. 19 ઓગસ્ટે મુનાવરનો એક વીડિયો પોસ્ટ કરીને તેણે લખ્યું હતું કે જ્યારે મેં હિંદુઓ વિરુદ્ધ આવી ભાષાના ઉપયોગનો વિરોધ કર્યો ત્યારે તેલંગાણાની રઝાકર સરકારે મારી ધરપકડ કરી હતી. રાજા સિંહે મુનાવર ફારૂકીનો શો રદ કરવાની ધમકી આપી હતી. મુન્નાવરનો શો હૈદરાબાદમાં 20 ઓગસ્ટે યોજાયો હતો.

Published On - 8:35 am, Tue, 23 August 22