પૂરના પાણીમાં ડૂબી ગઈ સેંકડો કાર, નોઈડાનું આ દ્રશ્ય જોઈ લોકો ગભરાઈ ગયા, જુઓ Video

દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાને કારણે તાજેતરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવે હિંડોન નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી નોઈડામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 1978 થી હિંડોન નદીમાં ક્યારેય પૂર આવ્યું નથી. પરંતુ આ વખતે સ્થિતિ ખૂબ જ ભયાનક છે અને 45 વર્ષ બાદ હિંડોન નદીના જળસ્તરમાં આટલો વધારો જોવા મળી રહ્યો છે.

પૂરના પાણીમાં ડૂબી ગઈ સેંકડો કાર, નોઈડાનું આ દ્રશ્ય જોઈ લોકો ગભરાઈ ગયા, જુઓ Video
Noida
| Edited By: | Updated on: Jul 25, 2023 | 9:39 PM

યમુના નદીના જળસ્તરમાં ઐતિહાસિક વધારો થતાં આ મહિને દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હી (Delhi)ના નીચાણવાળા વિસ્તારોમાં તેની નોંધપાત્ર અસર જોવા મળી હતી અને હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. હવે દેશની રાજધાનીમાં સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે, પરંતુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. આ દરમિયાન હિંડોન નદીના પાણીના સ્તરમાં વધારો થતાં ગાઝિયાબાદ અને નોઈડા (Noida)ના ઘણા વિસ્તારોમાં પૂર (flood) જેવી સ્થિતિ સર્જાઈ છે.

સેંકડો કાર પાણીમાં ડૂબી ગઈ

નોઈડાના ઈકોટેક વિસ્તારમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે જણાવે છે કે પરિસ્થિતિ કેવી રીતે ખરાબ થઈ રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈકોટેક 3 પાસે ખુલ્લી જગ્યામાં સેંકડો વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળે છે. આ સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. જે જગ્યાએ આ વાહનો પૂરના પાણીમાં ડૂબી ગયા છે, તે વિસ્તાર નોઈડા સેક્ટર 142 પાસે છે.

નોઈડામાં પૂરનું જોખમ વધી ગયું

મીડિયા અહેવાલો અનુસાર, વહીવટીતંત્રે કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે સાવચેતી તરીકે હજારો ઘરો ખાલી કરાવ્યા છે. મળતી માહિતી અનુસાર, ગ્રેટર નોઈડાના હૈબતપુર, ચોટપુર, શાહબેરી વિસ્તારોમાં પૂરના પાણી પહોંચવાના કારણે 2.50 લાખ લોકો પ્રભાવિત થયા છે. જણાવી દઈએ કે ગાઝિયાબાદ બેરેજમાંથી હિંડોન નદીમાં પાણી છોડવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં UCC થશે લાગુ ? દિલ્હીમાં અમિત શાહ સાથે CM ધામીની મહત્વની બેઠક

શનિવારથી હિંડોન નદીનું જળસ્તર વધી રહ્યું છે

શનિવારથી જ હિંડોન નદીનું જળસ્તર વધવા લાગ્યું હતું. સોમવારે પડેલા વરસાદને કારણે હિંડોન નદીના જળસ્તરમાં ઘણો વધારો થયો છે. વહીવટીતંત્ર પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાં લાઉડસ્પીકર દ્વારા લોકોને ઘરની બહાર નીકળવા માટે સતત કહી રહ્યું છે. નોઈડા ઉપરાંત ગાઝિયાબાદમાં પણ હિંડોન નદી તણાઈ રહી છે. ફારુખનગર, મોહનનગર, સાહિબાબાદ જેવા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશી રહ્યા છે. NDRFની ટીમે અત્યાર સુધીમાં 7000 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો