અમેરિકાથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં ફરી એકવાર જાહેરમાં ગોળીબારની (America Shootout) ઘટના બની છે. અમેરિકામાં નેશનલ પરેડ વચ્ચે મોટો ગોળીબાર થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિકાગોના ઉત્તરી ઉપનગર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રીય પરેડ શરૂ થયાના લગભગ 10 મિનિટ બાદ અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો. અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈલેન્ડ પાર્કમાં (Highland Park) એક શૂટરને જોવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર હાલમાં 6 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.
#UPDATE Shooting in the area of the Independence Day parade route, we are assisting Highland Park Police for the same: Lake County Sheriff, Illinois, US
— ANI (@ANI) July 4, 2022
અમેરિકામાં સ્વતંત્રતા દિવસ માટે આયોજિત રાષ્ટ્રીય પરેડ દરમિયાન ફાયરિંગની ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ પણ સામે આવી આ ઘટનાની જાણકારી આપી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે હુમલાખોરે પરેડ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરે 40 થી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. બંદૂકમાંથી ગોળીઓ પૂરી થઈ ગયા બાદ પણ હુમલાખોરે ફરીથી બંદૂક લોડ કરી હતી. ત્યારબાદ હુમલાખોરે ફરી ફાયરિંગ કર્યું . અમેરિકામાં જાહેર સ્થળોએ ગોળીબારની ઘટના સામાન્ય બની ગઈ છે. ગયા મહિને જ અમેરિકાની એક સ્કૂલમાં આવું જ ફાયરિંગ થયું હતું, જેમાં 19 લોકો માર્યા ગયા હતા. થોડા દિવસો પહેલા વીકએન્ડમાં પણ આવી જ ઘટના બની હતી.
ફાયરિંગની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય મોડમાં આવી ગઈ છે. ઘટનાની જાણકારી મળતા જ સુરક્ષા એજન્સી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં અમેરિકાના શિકાગોના ઉત્તરીય ઉપનગર ઈલિનોઈસ અને હાઈલેન્ડ પાર્કમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા એજન્સીઓએ આવી અન્ય સંભવિત ઘટનાઓને અંકુશમાં લેવા માટે કર્ફ્યુ લગાવી દીધો છે.
આ ખતરનાક ગોળીબારના ઘટનામાં હુમલાખોરની શોધખોર ચાલી રહી છે. આ મામલાની જાણ કરતા ઘણા અમેરિકાના મીડિયા હાઉસે માહિતી આપી છે કે હુમલાખોર ઘટના પછી નજીકના ફૂડ સ્ટોરમાં છુપાઈ ગયો છે. જેમણે ખાણીપીણીની દુકાનમાં કેટલાક લોકોને બંધક બનાવ્યા છે.હાલમાં સુરક્ષા એજન્સીઓએ ફૂડ સ્ટોરને ઘેરી લીધો છે.
Published On - 10:48 pm, Mon, 4 July 22