Breaking News: હાથરસમાં ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અને ડમ્પર વચ્ચે અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

|

Aug 05, 2023 | 7:42 AM

ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 21 લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

Breaking News: હાથરસમાં ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અને ડમ્પર વચ્ચે અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
Horrific accident in Hathras

Follow us on

ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં સહપાળમાં ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 21 લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આ પણ વાંચો: Breaking News : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ત્રણ જવાનો શહીદ, જુઓ Video

મળતી માહિતી મુજબ, લગભગ 2 ડઝન શ્રદ્ધાળુઓ એટાના જલેસરથી ટ્રેક્ટર ટ્રોલી પર સવાર થઈને મથુરામાં ગોવર્ધનની પરિક્રમા કરવા જઈ રહ્યા હતા. દરમિયાન હાથરસના સાદાબાદ રોડ પર ટ્રેક્ટર ટ્રોલી પહોંચતા જ સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કેટલાક ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. એક વ્યક્તિને અલીગઢ મોકલવામાં આવ્યો છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

બધા ભક્તો એકબીજાના સગા છે

કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ એકબીજાના સગા હતા. ઘટના બાદ પરિવારજનો શોકમાં છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રેક્ટર-ટ્રોલી રસ્તા પર પલટી ગઈ, જેની નીચે ઘણા લોકો દબાઈ ગયા. ગ્રામજનોની મદદથી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર બે ડઝન જેટલા લોકો સવાર હતા.

પોલીસ અધિક્ષકે અકસ્માત અંગે માહિતી મેળવી હતી

પોલીસ અધિક્ષક દેવેશ કુમાર પાંડેએ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓને ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો. ઘાયલોમાં સુલતાન સિંહ, અંકિત કુમાર, હેમલતા અને વિક્રમ સિંહનો સમાવેશ થાય છે. આ સાથે માધુરી, અભિષેક, કૃષ્ણપાલ, વિષ્ણુ, પવન, બ્રિજેશ, સાંતા, રામવતી દેવીને પણ આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે. શુક્રવારે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડમ્પર ચાલકને પણ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. તેની શોધમાં પોલીસની ટીમ દરોડા પાડી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:31 am, Sat, 5 August 23

Next Article