ભ્રષ્ટાચાર પર સખ્ત બની કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલયે CBIના પૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની કરી ભલામણ

|

Aug 04, 2021 | 7:42 PM

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીબીઆઈના નોડલ મંત્રાલયના અને તાલીમ વિભાગ (ડીઓપીટી)ને પત્ર લખીને આલોક વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ભ્રષ્ટાચાર પર સખ્ત બની કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલયે CBIના પૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની કરી ભલામણ
પૂર્વ સીબીઆઈ ચીફ આલોક વર્મા (ફાઈલ ફોટો)

Follow us on

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CBIના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્મા (Alok Varma) પર સત્તાનો દુરુપયોગ અને સંબંધિત સેવાના નિયમોના ઉલ્લંઘન બદલ શિસ્તભંગની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આલોક વર્મા સામે જરૂરી શિસ્તભંગની કાર્યવાહી કરવા માટે સીબીઆઈના નોડલ મંત્રાલય અને તાલીમ વિભાગ (ડીઓપીટી)ને પત્ર લખ્યો છે.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અધિકારીઓએ જણાવ્યું છે કે જો આલોક વર્મા સામે કાર્યવાહીની મંજૂરી આપવામાં આવશે તો તેમના પેન્શન અને નિવૃત્તિના લાભો પર અસ્થાયી અથવા કાયમી બંધ કરવામાં આવી શકે છે. આલોક વર્મા 1979ના બેચના ભારતીય પોલીસ સેવા (IPS)ના નિવૃત્ત અધિકારી છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમના સાથી ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાના સાથે સીબીઆઈમાં ફરજ બજાવતી વખતે ઝઘડો થયો હતો.

 

 

આલોક વર્મા પર નિયમોનો ભંગ કરવાનો છે આરોપ

વર્મા અને અસ્થાના બંનેએ એકબીજા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. અસ્થાના હાલ દિલ્હીના પોલીસ કમિશનર છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્મા પર તેમના પદનો દુરુપયોગ કરવાનો અને નિયમોનો ભંગ કરવાનો આરોપ છે. ગૃહ મંત્રાલયે તેની સામે જરૂરી કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.

 

ગૃહ મંત્રાલય IPS અધિકારીઓ માટે કંટ્રોલિંગ ઓથોરિટી છે. અધિકારીઓએ જણાવ્યું કે DoPTએ ગૃહ મંત્રાલયની ભલામણ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને મોકલી છે, જે IPS અધિકારીઓ માટે નિમણૂક કરતી સંસ્થા છે. IPS અધિકારીઓ પર કોઈ દંડ લગાવતા પહેલા UPSCની સલાહ લેવી જરૂરી છે.

 

 

આલોક વર્મા બે વર્ષની મુદત માટે 1 ફેબ્રુઆરી, 2017ના રોજ સીબીઆઈના વડા બન્યા હતા. તેમને 10 જાન્યુઆરી 2019ના રોજ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમને ફાયર સર્વિસીસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સમાં ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા. જોકે, આ પ્રસ્તાવ વર્માએ સ્વીકાર્યો ન હતો. તેમણે કહ્યું હતું કે તેમણે 31 જુલાઈ, 2017ના રોજ 60 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે, તેથી તેને નિવૃત્ત માનવામાં આવે.

 

આ પણ વાંચો : Corona Cases Update: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, ત્રીજી લહેર ઘાતક ન નીવડે તે માટે આરોગ્ય તંત્રએ દોડધામ શરૂ કરી

 

 

આ પણ વાંચો: Tokyo Olympics 2021 : ભારતીય મહિલા હોકી ટીમને સેમીફાઈનલમાં આર્જેન્ટિએ 2-1થી હાર આપી, હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે રમશે

Next Article