Jammu and Kashmir : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) આજે તેનો 83મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. સીઆરપીએફના પ્રવક્તા અનુસાર, આ કાર્યક્રમ માટે લોકોને મોટા પાયે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)મુખ્યત્વે જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં હાજરી આપશે. તેમના જમ્મુ પ્રવાસની તૈયારીઓ વચ્ચે સીમા સુરક્ષા દળના ડીજી કુલદીપ સિંહ (Kuldeep Singh) પણ મંગળવારે જમ્મુ પહોંચ્યા હતા.
ગૃહમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમારોહના સ્થળ જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર સ્ટેડિયમને ત્રણ રાઉન્ડની સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યું છે.
આ ત્રણ રાઉન્ડના છેલ્લા સર્કલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ખાસ કમાન્ડો તૈનાત રહેશે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને શરૂઆતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રજવાડાઓને મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. દેશની આઝાદી બાદ 28 ડિસેમ્બર 1949ના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. 19 માર્ચ, 1950ના રોજ, તત્કાલિન નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલે CRPFને પ્રતીક અર્પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે ઘાટીમાં અલગ-અલગ આતંકવાદી ઘટનાઓમાં જીવ ગુમાવનારા ચાર પોલીસકર્મીઓના પરિવારજનોને નિમણૂક પત્રો આપ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના સુરક્ષા કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. શાહ શુક્રવારે સાંજે બે દિવસની મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા અને એક તસવીર ટ્વીટ કરી હતી જેમાં તેઓ શહીદ પોલીસકર્મીઓના સંબંધીઓને કરુણાના આધારે નિમણૂક પત્રો આપતા જોવા મળે છે.
તેમણે ટ્વીટ કર્યું, “આજે જમ્મુ પહોંચ્યા અને આતંકવાદી ઘટનાઓમાં શહીદ થયેલા જમ્મુ અને કાશ્મીર પોલીસના બહાદુર જવાનોના પરિવારોને નોકરીની નિમણૂક પત્રો આપ્યા. જમ્મુ અને કાશ્મીરને સુરક્ષિત રાખવા માટે તેમના સમર્પણ અને બહાદુરી પર સમગ્ર દેશને ગર્વ છે. મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં તમામ પોલીસકર્મીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશના વડાપ્રધાન Sheikh Hasinaએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો, કહ્યું અમારા નાગરિકોને મદદ કરવા બદલ આભાર