ગૃહમંત્રી અમિત શાહ ગંગટોક પહોંચ્યા, કહ્યું- પીએમ મોદીએ નોર્થ ઈસ્ટમાં વિકાસની શરૂઆત કરી

અમિત શાહે (Amit Shah) ગંગટોકમાં કહ્યું કે, આઝાદીના 75 વર્ષમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન બન્યા તે પહેલા નોર્થ ઈસ્ટને માત્ર પર્યટન સ્થળ માનવામાં આવતું હતું. પરંતુ તેઓ વડાપ્રધાન બન્યા પછી ઉત્તર પૂર્વનો વાસ્તવિક વિકાસ શરૂ થયો.

ગૃહમંત્રી અમિત શાહ ગંગટોક પહોંચ્યા, કહ્યું- પીએમ મોદીએ નોર્થ ઈસ્ટમાં વિકાસની શરૂઆત કરી
Amit Shah (File)
| Edited By: | Updated on: Oct 07, 2022 | 4:05 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) શુક્રવારે પૂર્વોત્તરના ત્રણ દિવસના પ્રવાસે ગંગટોક પહોંચ્યા છે. તેમણે ગંગટોકમાં એક રેલીને પણ સંબોધિત કરી હતી. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. સ્થાનિક લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હોવાનું જોવા મળે છે. અમિત શાહે ગંગટોકમાં કહ્યું કે, આઝાદીના 75 વર્ષમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન બન્યા તે પહેલા નોર્થ ઈસ્ટને માત્ર પર્યટન સ્થળ માનવામાં આવતું હતું. પરંતુ તેઓ વડાપ્રધાન બન્યા પછી ઉત્તર પૂર્વનો વાસ્તવિક વિકાસ શરૂ થયો. ગૃહમંત્રી અમી શાહે આ વાત નોર્થ-ઈસ્ટર્ન રિજન ડેરી કોઓપરેટિવ કોન્ફરન્સ-2022 દરમિયાન કહી હતી.

તેમણે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ સાથે તેમણે આ દરમિયાન કહ્યું કે પીએમ મોદીની સરકારે 65 હજાર પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ બનાવવાનો નિર્ણય કર્યો છે. અમે નક્કી કર્યું છે કે દરેક પંચાયતને દર પાંચ વર્ષે એક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટી અને એક ડેરી મળવી જોઈએ.

અમિત શાહ આસામ પણ જશે

ગૃહમંત્રી સિક્કિમમાં ભાજપના સ્થાનિક નેતાઓને પણ મળશે અને ત્યારબાદ આસામમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ શુક્રવારે સાંજે પાર્ટી સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આસામ પહોંચશે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, સિક્કિમ અને આસામની ત્રણ દિવસીય મુલાકાત માટે પૂર્વોત્તર જઈ રહ્યો છું. હું આજે ગંગટોકમાં પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર ડેરી સહકારી પરિષદ-2022નું ઉદ્ઘાટન કરીશ, ત્યારબાદ હું આસામમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ.

ગૃહમંત્રીના કાર્યાલય દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા પ્રવાસના કાર્યક્રમ અનુસાર, શાહ આસામ જતા પહેલા ગંગટોકમાં બીજેપીના સિક્કિમ યુનિટના કોર ગ્રૂપને મળશે.

 

 

આસામ યુનિટની કોર કમિટી સાથે બેઠક કરશે

ગૃહ પ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા શુક્રવારે ગુવાહાટીમાં સરકારી ગેસ્ટ હાઉસમાં ભાજપના આસામ એકમની કોર કમિટી સાથે બેઠક યોજવાના છે. આ પહેલા અમિત શાહે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. 5 ઓક્ટોબરે, કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીતનો સંપૂર્ણ ઇનકાર કરતી વખતે, ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે તેમની સરકાર જમ્મુ-કાશ્મીરના લોકો સાથે વાત કરવામાં વધુ રસ ધરાવે છે. સાથે જ તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે વિધાનસભાની ચૂંટણી સંપૂર્ણ પારદર્શિતા સાથે યોજવામાં આવશે.

Published On - 4:05 pm, Fri, 7 October 22