Amit Shah’s Jammu and Kashmir visit : માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોચ્યા અમિત શાહ, નવમા નોરતાએ માતાની કરી પૂજા અર્ચના

|

Oct 04, 2022 | 11:59 AM

ગૃહમંત્રી અમિત શાહે પવિત્ર ગુફામાં માતા વૈષ્ણોદેવીની પૂજા અર્ચના કરી અને મા ભગવતીને શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. માતાવૈષ્ણોદેવીના આશીર્વાદ લીધા બાદ ગૃહમંત્રી વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને ભક્તોને પણ મળ્યા હતા.

Amit Shahs Jammu and Kashmir visit : માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોચ્યા અમિત શાહ, નવમા નોરતાએ માતાની કરી પૂજા અર્ચના
Amit Shah at Mata Vaishnodevi, Katra
Image Credit source: ANI

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) આજે મંગળવારે કટરામાં માતા વૈષ્ણો દેવીના (Mata Vaishno Devi) દરબારમાં પહોંચીને પૂજા અર્ચના કરી હતી. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને અન્ય વહીવટી અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યાં હતા. ગૃહમંત્રી અમિત શાહે પવિત્ર ગુફામાં માતા વૈષ્ણોદેવીની પૂજા અર્ચના કરી અને મા ભગવતીને શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. માતાના આશીર્વાદ લીધા બાદ ગૃહમંત્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને ભક્તોને પણ મળ્યા હતા. અમિત શાહ આજે રાજોરીમાં જનસભાને સંબોધશે. દૂર દૂરથી લોકો રાજોરીમાં જાહેર સભા સ્થળે પહોંચવા લાગ્યા છે.

અમિત શાહ મંગળવારે જમ્મુને 1900 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે સોમવારે સાંજે જમ્મુ પહોંચ્યા હતા. અહીં પહોંચતાની સાથે જ તેઓ રાજભવનમાં સ્થાનિક અનેક પ્રતિનિધિમંડળોને મળ્યા અને તેમની વાત અને રજૂઆતો સાંભળી હતી.

ટ્રાફિક એડવાઈઝરી જાહેર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઈને અધિકારીઓએ, વાહનવ્યવહાર માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરી અનુસાર, પૂંચ, સુરનકોટ, મેંધર અને માંજાકોટ માર્ગો પર આવતા વાહનોને સભા સ્થળના ગ્રાઉન્ડ પર મોકલવામાં આવશે. ખાનગી વાહનોને પાર્કિગ માટે નક્કી કરાયેલા મેદાનમાં પાર્ક કરવામાં આવશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વિકાસલક્ષી યોજનાઓની કરાશે જાહેરાત

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજોરીની રેલીમાં જમ્મુ ડિવિઝન માટે 1900 કરોડ રૂપિયાના 167 વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. અનેક પ્રોજેક્ટ લોન્ચ કરવાની જાહેરાત કરશે. જેમાં તેઓ એક હજાર સહકારી મંડળીઓની રચનાની જાહેરાત કરશે.

નાગરિક સુવિધા ઓનલાઈન કરશે

જમ્મુ અને કાશ્મીર માટે ડિજિટલ J&K લોગો અને ટેગલાઇનના લોન્ચ સાથે, 250 ઇન્ફર્મેશન ટેક્નોલોજીના નાગરિકો ઓનલાઇન સુવિધાઓ બનાવશે. 920 કિલોમીટરના 128 રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે જેના પર 1111.96 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

તેઓ રાજોરીના લંબડી ખાતે 100 બેડની હોસ્પિટલ અને જલ જીવન મિશન હેઠળ 41 પીવાના પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કરશે. અમિત શાહ ગઈકાલ સોમવાર સાંજે 7.30 કલાકે જમ્મુ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને બીજેપીના અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ સીધા રાજભવન ગયા જ્યાં તેઓ વિવિધ પ્રતિનિધિમંડળોને મળ્યા.

Next Article