વાંધો નહીં, કોર્ટમાં મળીશું, હિમંતા બિસ્વા સરમાએ અદાણી પર રાહુલ ગાંધીના ટ્વીટનો આપ્યો આવો જવાબ

|

Apr 08, 2023 | 7:30 PM

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ શનિવારે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, અમારી શાલીનતા છે કે અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડોમાંથી કાળું નાણું ક્યાં છુપાવ્યું છે.

વાંધો નહીં, કોર્ટમાં મળીશું, હિમંતા બિસ્વા સરમાએ અદાણી પર રાહુલ ગાંધીના ટ્વીટનો આપ્યો આવો જવાબ

Follow us on

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. આસામના સીએમએ અદાણી ગ્રૂપ સામે તપાસની માંગ કરતા રાહુલ ગાંધીના તાજેતરના ટ્વીટ પર વળતો પ્રહાર કર્યો છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે અમારી શાલીનતા છે કે અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડોમાંથી ‘ગુનાની આવક’ ક્યાં છુપાવી છે.

આ પણ વાચો: સત્તામાં આવીશું તો તેમની જીભ કાપી નાખીશું, રાહુલ ગાંધીને સજા સંભળાવનારા જજને આ કોંગ્રેસ નેતાએ આપી ધમકી

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ વધુ કટાક્ષ કરતા કહ્યું કે અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે ઓટ્ટાવિયો ક્વાટ્રોચીને કેવી રીતે મંજૂરી આપી? કેવી રીતે ક્વાટ્રોચી ઘણી વખત ભારતીય ન્યાયની ચુંગાલમાંથી છટકી ગયો. કોઈપણ રીતે આપણે કોર્ટ ઓફ લોમાં ચોક્કસપણે મળીશું. અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, તેઓ સત્ય છુપાવે છે, તેથી જ તેઓ રોજેરોજ ગેરમાર્ગે દોરે છે. પ્રશ્ન એ જ રહે છે, અદાણીની કંપનીઓમાં કોના ₹20,000 કરોડના બેનામી નાણા છે?

રાહુલ પર અગાઉ પણ પ્રહાર કર્યા હતા

આ પહેલીવાર નથી જ્યારે આસામના સીએમએ રાહુલ ગાંધી પર હુમલો કર્યો હોય. અગાઉ, તેમણે લોકસભામાંથી વાયનાડના ભૂતપૂર્વ સાંસદને અયોગ્ય ઠેરવવાને લઈને રાહુલ ગાંધી પર નવો કટાક્ષ કર્યો હતો. ગુવાહાટીમાં એક કાર્યક્રમની બાજુમાં મીડિયા સાથે વાત કરતા સરમાએ કહ્યું હતું કે, 2013માં ક્રિમિનલ કેસમાં બે કે તેથી વધુ વર્ષની સજા ભોગવ્યા બાદ પણ સાંસદોનું સભ્ય પદ પર ચાલુ રાખવાની UPA સરકારની પહેલનો જ્યારે રાહુલ ગાંધીએ વિરોધ કર્યો હતો, ત્યારે અમને લાગ્યું કે તેમની પાસે ઉચ્ચ નૈતિક મૂલ્યો છે.

 

 

રાહુલ ગાંધીએ જ વટહુકમને ફાડી નાખ્યો હતો

જો કે, સરમાના મતે, વર્તમાન પરિસ્થિતિ તેનાથી વિપરીત વાર્તા કહી રહી છે. મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ કેબિનેટે બે કે તેથી વધુ વર્ષની સજા ભોગવ્યા પછી પણ સાંસદો અને ધારાસભ્યોને પદ પર ચાલુ રાખવા માટે વટહુકમ લાવ્યો હતો. તે સમયે રાહુલ ગાંધીએ જ વટહુકમને ફાડી નાખ્યો હતો અને કહ્યું હતું કે તેઓ આવા કિસ્સાઓમાં સાંસદોને તાત્કાલિક ગેરલાયક ઠેરવવાના પક્ષમાં છે.

‘રાહુલ ગાંધી નૈતિક રીતે ભ્રષ્ટ છે’

જો કે, હવે તમે પરિસ્થિતિ જુઓ.. રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેને તેમની તાત્કાલિક ગેરલાયકાતનો વિરોધ કરવા દબાણ કર્યું છે, એમ આસામના સીએમએ જણાવ્યું હતું. આનાથી સાબિત થાય છે કે રાહુલ ગાંધી નૈતિક રીતે ભ્રષ્ટ વ્યક્તિ છે.

                                       દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

                                                             દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article