Himachal Pradesh: વિધાનસભાના ગેટ પર ખાલિસ્તાની ઝંડા લગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે, ઘટનાને સાંખી નહીં લેવાય- CM જયરામ ઠાકુર

|

May 08, 2022 | 11:29 AM

સીએમ જયરામ ઠાકુરે(CN jai ram Thakur) ટ્વીટ કરીને કહ્યું છે કે હું ધર્મશાલા વિધાનસભા (Dharmshala Vidhansabha) સંકુલના ગેટ પર રાતના અંધારામાં ખાલિસ્તાની ઝંડા લહેરાવવાની કાયરતાપૂર્ણ ઘટનાની નિંદા કરું છું.

Himachal Pradesh: વિધાનસભાના ગેટ પર ખાલિસ્તાની ઝંડા લગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે, ઘટનાને સાંખી નહીં લેવાય- CM જયરામ ઠાકુર
CM Jai Ram Thakur

Follow us on

Himachal Pradesh: હિમાચલ પ્રદેશની રાજધાની ધર્મશાલામાં વિધાનસભાના(Dharmshala Vidhansabha) મુખ્ય દ્વાર પર ખાલિસ્તાની ઝંડા (Khalistani Flag)લગાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે (CM jai ram Thakur) આ ઘટનાને કાયરતાપૂર્ણ ગણાવી છે. તેણે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા પણ કરી છે. હિમાચલ પોલીસનું કહેવું છે કે આ ઘટના મોડી રાત્રે અથવા વહેલી સવારે બની શકે છે. હાલમાં ગેટ પરથી ખાલિસ્તાની ઝંડા હટાવી દેવામાં આવ્યા છે. જાણો આ મામલે સીએમ જયરામ ઠાકુરે શું કહ્યું.

હિંમત હોય તો રાતના અંધારામાં નહીં, દિવસના પ્રકાશમાં આવોઃ સીએમ ઠાકુર

સીએમ જયરામ ઠાકુરે ટ્વિટ કરીને કહ્યું છે કે, ધર્મશાલા વિધાનસભા સંકુલના ગેટ પર રાતના અંધારામાં ખાલિસ્તાની ઝંડા લહેરાવવાની કાયરતાપૂર્ણ ઘટનાની હું નિંદા કરું છું. આ વિધાનસભામાં માત્ર શિયાળુ સત્ર છે, તેથી તે દરમિયાન અહીં વધુ સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે. તેનો લાભ લઈને આ કાયરતાપૂર્ણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, પરંતુ અમે તેને સાંખી લઈશું નહીં. આ ઘટનાની ઝડપથી તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું એ લોકોને કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો રાતના અંધારામાં નહીં પણ દિવસના પ્રકાશમાં આવો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા જયરામ ઠાકુરે કહ્યું, “તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને FIR નોંધવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના રાત્રીના સમયે કરવામાં આવી છે. આ તસવીરો સીસીટીવીમાં કેદ થવાની આશા છે. હું લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું. અમે રાજ્યોને અડીને આવેલી સરહદની સુરક્ષાની સમીક્ષા કરીશું.

ગુપ્તચર વિભાગે એલર્ટ જાહેર કર્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુપ્તચર વિભાગે 26 માર્ચે જ ખાલિસ્તાની ગતિવિધિઓનું એલર્ટ જાહેર કર્યું હતું. ગુપ્તચર વિભાગે જણાવ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ના ચીફ ગુરુપતવંત સિંહ પન્નુએ હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરને ધમકી આપતો પત્ર જારી કરીને કહ્યું હતું કે તે શિમલામાં ભિંડરાવાલા અને ખાલિસ્તાનનો ઝંડો ફરકાવશે. હિમાચલ પ્રદેશમાં ભિંડરાનવાલે અને ખાલિસ્તાની ઝંડાઓ સાથેના વાહનો પર પ્રતિબંધથી ‘શિખ ફોર જસ્ટિસ’ ગુસ્સે છે. સંગઠને 29 માર્ચે ખાલિસ્તાની ધ્વજ લગાવવાની જાહેરાત કરી હતી. પરંતુ ભારે સુરક્ષાને કારણે તે આવું કોઈ કૃત્ય કરી શક્યો ન હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ધ્વજ કોણે લગાવ્યો છે.

Published On - 11:29 am, Sun, 8 May 22

Next Article