વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI)આજે હિમાચલ પ્રદેશના (Himachal Pradesh)ઉના જિલ્લામાં દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમ મોદી અહીં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈઆઈઆઈટી) ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે અને જિલ્લામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ પણ કરશે. PM મોદી ચંબામાં એક જાહેર સમારંભમાં બે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)ના ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
PM મોદીએ ઉનાના અંબ અંદૌરા રેલવે સ્ટેશનથી નવી દિલ્હી આવતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. ગયા મહિને મોદીએ ગુજરાતમાં ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડે છે. નવી વંદે ભારત ટ્રેન અગાઉની ટ્રેનની સરખામણીમાં એક સુધારેલું સંસ્કરણ છે, જે ખૂબ જ હળવી છે અને ટૂંકા ગાળામાં વધુ ઝડપે પહોંચવામાં સક્ષમ છે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. આ ટ્રેન પંજાબમાં કિરાતપુર સાહિબ, આનંદપુર સાહિબ, જ્વાલા દેવી અને માતા ચિંતપૂર્ણી જેવા તીર્થસ્થાનોને જોડશે.
ઉનાથી દિલ્હીની મુસાફરી પાંચ કલાકમાં પૂર્ણ થશે
આ સાથે ઉનાથી દિલ્હીની મુસાફરી માત્ર પાંચ કલાકમાં પૂર્ણ કરી શકાશે. વંદે ભારત શરૂ થવાથી પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના રહેવાસીઓને પણ ઘણો ફાયદો થશે. વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં 6 દિવસે સવારે 5.30 વાગ્યે દિલ્હીથી ઉપડશે અને સવારે 10.34 વાગ્યે ઊના પહોંચશે. રાત્રે 11.05 કલાકે અંબ-અંદૌરા પહોંચશે. આ ટ્રેન બુધવારે નહીં ચાલે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ટ્રેન દ્વારા નવી દિલ્હી આવશે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ ચંડીગઢમાં આ જ ટ્રેનમાં સવાર થશે.
નવી દિલ્હીથી ઉના ટાઈમ ટેબલ
નવી દિલ્હીથી સવારે 5.50 કલાકે રવાના થશે.
સવારે 8:00 વાગ્યે હરિયાણાના અંબાલા કેન્ટ પહોંચશે.
સવારે 8.40 વાગ્યે ચંદીગઢ પહોંચશે.
સવારે 10:34 કલાકે ઉના પહોંચશે.
સવારે 11:05 કલાકે અંબ-અંદૌરા પહોંચશે.
ઉનાથી નવી દિલ્હી ટાઈમ ટેબલ
અંબ-અંદૌરાથી બપોરે 1:00 કલાકે ઉપડશે.
બપોરે 1:21 કલાકે ઉના પહોંચશે.
બપોરે 3.25 વાગ્યે ચંદીગઢ પહોંચશે.
4:13 કલાકે અંબાલા પહોંચશે.
સાંજે 6.25 કલાકે નવી દિલ્હી પહોંચશે.
શું છે ટ્રેનની વિશેષતા?
જૂનું વંદે ભારત 130 કિલોમીટર ચાલતું હતું, તેને અપગ્રેડ કરીને 160 કિલોમીટર કરવામાં આવ્યું છે. જ્યારે તેને 180 કિમીની ઝડપે ચલાવી શકાય છે. દરેક સીટ પર ટોક બટન લગાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, સીટની નજીકનું ટોક બટન ડ્રાઇવર સાથે સીધી વાત કરી શકે છે. હવે સાંકળ ખેંચવાની જરૂર નથી. આ માટે એલાર્મ બટન લગાવવામાં આવ્યું છે. નવી વંદે ભારત એક્સપ્રેસ માત્ર 52 સેકન્ડમાં 100 કિમીની ઝડપ પકડી શકે છે, જ્યારે પહેલાની વંદે ભારત એક્સપ્રેસ 55 સેકન્ડનો સમય લેતી હતી.
Published On - 10:19 am, Thu, 13 October 22