હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલ્લુના જરીમાં શુક્રવારે રાત્રે એક વાહનમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કાર ફંગોળાઈ ગઈ હતી. કુલ્લુના એસપીના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે જરી વિસ્તારમાં બની હતી. પાર્ક કરેલી કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ ફોરેન્સિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ બ્લાસ્ટ માટે જિલેટીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે NHPC અને PWDના વિસ્ફોટક સ્ટોર્સની તપાસ કરવામાં આવી રહી છે. સમાચાર મુજબ વિસ્ફોટ થતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના અંગે લોકો એકબીજા પાસેથી માહિતી લઈ રહ્યા હતા. અચાનક થયેલી આ ઘટનાને કારણે વિસ્ફોટ કેવી રીતે થયો તે કોઈ સમજી શક્યું ન હતું. અચાનક થયેલા હુમલાને કારણે લોકોને આતંકવાદી હુમલાની આશંકા હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી.
Himachal Pradesh | Some explosive substance exploded under a parked car in Jari, Kullu on Friday night. A forensic team visited the spot. As per preliminary observation, there is a possibility of gelatin use. Explosive stores of NHPC & PWD are being checked: Kullu SP pic.twitter.com/yhFlNdTbV8
— ANI (@ANI) January 29, 2022
સમાચાર અનુસાર, વિસ્ફોટના સમાચાર મળતા જ કુલ્લુના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સાગર ચંદ્રા બપોરે 1.30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આજે મંડીથી FSLની ટીમને તપાસ માટે બોલાવવામાં આવી હતી. વિસ્ફોટનું કારણ જાણવાના પ્રયાસો ચાલુ છે. જોકે, પ્રાથમિક તપાસમાં જિલેટીનના કારણે વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર લગભગ બે મહિનાથી રોડની બાજુમાં પાર્ક કરવામાં આવી હતી. આ કારનો માલિક માટેડા ગામમાં રહે છે.
મોડીરાત્રે કારમાં વિસ્ફોટ થતાં આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. પાર્ક કરેલી કારમાં અચાનક કેવી રીતે વિસ્ફોટ થયો તે કોઈ સમજી શક્યું ન હતું. ફોરેન્સિક ટીમે આશંકા વ્યક્ત કરી છે કે કારમાં જિલેટીનના કારણે વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટના સમાચાર મળતા જ પોલીસની ટીમ પણ મોડીરાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –