રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 ક્રેશ થયું છે. આ અકસ્માત બહલોલનગર નગરમાં થયો હતો. જોકે, આ અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટે સમયસર મિગ-21માંથી છલાંગ લગાવી દીધી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં 4 ગ્રામજનોના મોતના સમાચાર છે.
Indian Air Force MiG-21 fighter aircraft crashed near #Hanumangarh in Rajasthan. The aircraft had taken off from Suratgarh. The pilot is safe. More details awaited: IAF Sources pic.twitter.com/svsX7uULkb
— Tv9 Gujarati (@tv9gujarati) May 8, 2023
આ અકસ્માત આજે સવારે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એરફોર્સનું આ વિમાન સુરતગઢથી આવી રહ્યું હતું. પ્લેનમાં બેઠેલા પાયલોટને લાગવા માંડ્યું કે પ્લેન અકસ્માતનો શિકાર બનશે, તેથી તેઓ પેરાશૂટની મદદથી પ્લેનમાંથી બહાર નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ બંને પાઈલટને કોઈ નુકસાન થયું નથી.
भारतीय वायुसेना का मिग-21 लड़ाकू विमान आज सुबह राजस्थान के हनुमानगढ़ के पास दुर्घटनाग्रस्त हो गया। विमान ने सूरतगढ़ से उड़ान भरी थी। पायलट सुरक्षित है। अधिक जानकारी की प्रतीक्षा है: IAF स्रोत pic.twitter.com/DuCkgnbekn
— ANI_HindiNews (@AHindinews) May 8, 2023
ભારતીય વાયુસેના દ્વારા આ અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી છે. ટ્વીટ કરતી વખતે, વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય વાયુસેનાના મિગ 21 વિમાને સોમવારે સવારે સુરતગઢથી નિયમિત ઉડાન ભરી હતી. તે પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત છે અને તેમને સામાન્ય ઈજા થઈ છે. સેનાએ અકસ્માતની તપાસ માટે એક ટીમ બનાવી છે.
A MiG-21 aircraft of the IAF crashed near Suratgarh during a routine training sortie today morning. The pilot ejected safely, sustaining minor injuries.
An inquiry has been constituted to ascertain the cause of the accident.— Indian Air Force (@IAF_MCC) May 8, 2023
આ અકસ્માતમાં મિગ-21 સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. આ સાથે જ ઘટનાસ્થળે ગ્રામજનોની ભીડ એકઠી થઈ ગઈ છે. વિમાનના કાટમાળમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળી રહ્યો છે. ગ્રામજનોમાં ભયનો માહોલ છે. એસપી સુધીર ચૌધરીએ કહ્યું છે કે બહલોલનગર જિલ્લામાં પ્લેન ક્રેશને કારણે 4 લોકોના મોત થયા છે. ત્યારે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને ગામલોકોના ઘર પર પડ્યું હતું. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:40 am, Mon, 8 May 23