ઠુંઠવાવા તૈયાર રહેજો : પહાડી વિસ્તારોમાં વરસાદની સાથે થશે ભારે હિમવર્ષા, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ્લુ, લાહૌલ અને સ્પીતિ, કિન્નૌર અને શિમલા જિલ્લાના ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે, જ્યારે રાજ્યના મધ્ય અને હેઠાળવાળા વિસ્તારમાં હળવો વરસાદ થયો છે.

ઠુંઠવાવા તૈયાર રહેજો : પહાડી વિસ્તારોમાં વરસાદની સાથે થશે ભારે હિમવર્ષા, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું
Weather Update
| Edited By: | Updated on: Feb 12, 2023 | 9:44 AM

દિલ્હી-NCR સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાવા જઈ રહી છે. જોરદાર પવનને કારણે અહીં ઠંડી વધી શકે છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી વિસ્તારોમાં વરસાદની સાથે ભારે હિમવર્ષા થઈ શકે છે. રાજધાની દિલ્હીમાં આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 24 ડિગ્રી સેલ્સિયસ અને 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. શનિવારે દિલ્હીમાં ગરમીનો દિવસ 27.7 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયો હતો,જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ હતો.

આ રાજ્યોમાં વરસાદ સાથે હિમવર્ષા

જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી 24 કલાકમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 24-48 કલાક દરમિયાન સાત જિલ્લામાં વરસાદ સાથે હિમવર્ષા થઈ શકે છે. ઓલી, હેમકુંડ, બદ્રીનાથ, ઘાઘરિયા, વેલી ઓફ ફ્લાવર્સ સહિતના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ. આગામી બે દિવસ દરમિયાન, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગોમાં હળવો વરસાદ થયો હતો. આ ઉપરાંત પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે અને પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે.

196 રસ્તાઓ પર હિમવર્ષાને કારણે વાહનવ્યવહાર બંધ

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ્લુ, લાહૌલ અને સ્પીતિ, કિન્નૌર અને શિમલા જિલ્લાના ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે, જ્યારે રાજ્યના મધ્ય અને નીચલા ભાગોમાં હળવો વરસાદ થયો છે. ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 196 રસ્તાઓ પર હિમવર્ષાને કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.

Published On - 8:43 am, Sun, 12 February 23