Heavy Rain in Bengaluru: બેંગલુરૂમાં ગાજવીજ અને કરા સાથે ભારે વરસાદ, 1 મહિલાનું મોત

|

May 21, 2023 | 8:15 PM

Heavy Rain in Bengaluru: તમને જણાવી દઈએ કે બેંગ્લોરમાં આજે હવામાન ખૂબ જ ખરાબ છે. હજુ પણ અવિરતપણે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે.

Heavy Rain in Bengaluru: બેંગલુરૂમાં ગાજવીજ અને કરા સાથે ભારે વરસાદ, 1 મહિલાનું મોત
Heavy Rain in Bengaluru

Follow us on

Heavy Rain in Bengaluru: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં (Bengaluru) ગાજવીજ અને કરા સાથેના ભારે વરસાદે લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. વરસાદને કારણે એક મહિલાનું મોત થયું હતું. મહિલાના મૃત્યુ બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 5 લાખના વળતરની જાહેરાત કરી છે. બેંગલુરુમાં લગભગ એક કલાક સુધી કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો.

વાસ્તવમાં વરસાદ દરમિયાન આર સર્કલ પાસે બનાવવામાં આવેલ સબવેમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાયેલું હોવા છતાં એક ટેક્સી ડ્રાઈવર પોતાનું વાહન સબવે તરફ લઈ ગયો. આ દરમિયાન ટેક્સી ફસાઈ ગઈ હતી. ટેક્સીમાં ડ્રાઈવર સહિત સાત લોકો હાજર હતા. ઘણા પ્રયત્નો બાદ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક મહિલાની હાલત ખરાબ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Wrestlers Protest: ‘બ્રિજભૂષણ શરણ સિંહના નાર્કો ટેસ્ટની ઉઠી માંગ’, કુસ્તીબાજોના સમર્થનમાં ખાપની બેઠક

સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. મહિલાની ઓળખ 22 વર્ષીય ભાનુ રેખા તરીકે થઈ છે. ઘટનાના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હોસ્પિટલ ગયા અને મહિલાના પરિવારને મળ્યા. આ પરિવાર વિજયવાડાનો રહેવાસી છે, જે બેંગ્લોર ફરવા આવ્યો હતો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી.

હજુ પણ અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે

તમને જણાવી દઈએ કે બેંગ્લોરમાં આજે હવામાન ખૂબ જ ખરાબ છે. હજુ પણ અવિરતપણે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે. સદનસીબે આજે રવિવાર હોવાથી રસ્તાઓ પર ટ્રાફિક ઓછો છે. જો આજે કામકાજનો દિવસ હોત તો બેંગલુરુમાં ઘણા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા રહેતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article