લખીમપુર ખીરી કેસમાં આજે થશે સુનાવણી, સુપ્રીમ કોર્ટ નિવૃત્ત જજને તપાસ સોંપી શકે છે

|

Nov 15, 2021 | 9:17 AM

સર્વોચ્ચ અદાલતે પૂછ્યું હતું કે રાજ્યની બહારના નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા શા માટે આ કેસની સમગ્રતયા તપાસ ન કરવી જોઈએ.

લખીમપુર ખીરી કેસમાં આજે થશે સુનાવણી, સુપ્રીમ કોર્ટ નિવૃત્ત જજને તપાસ સોંપી શકે છે
Supreme Court

Follow us on

Lakhimpur Kheri case_ લખીમપુર ખીરીમાં વાહનની અડફેટે પાંચ લોકોના મોત થયા હતા. બાદમાં ટોળાના મારને કારણે અન્ય ત્રણ લોકોના પણ મોત થયા હતા. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રા ઉર્ફે ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિત કુલ 13 લોકો જેલમાં છે.

લખીમપુર ખીરી કેસની આગામી વધુ સુનાવણી આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) થશે. છેલ્લી સુનાવણી પર, સર્વોચ્ચ અદાલતે પૂછ્યું હતું કે રાજ્યની બહારના નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા શા માટે આ કેસની સમગ્રતયા તપાસ ન કરવી જોઈએ. લખીમપુર ખીરીમાં વાહનની અડફેટે પાંચ લોકોના મોત થયા છે. બાદમાં ટોળાના મારને કારણે અન્ય ત્રણ લોકોના પણ મોત થયા હતા. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રા ઉર્ફે ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિત 13 લોકો જેલમાં છે.

જણાવી દઈએ કે ગત મહિને 3 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના (Lakhimpur Kheri) ટિકુનિયા વિસ્તારમાં હિંસા દરમિયાન ચાર ખેડૂતો, એક પત્રકાર સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. બહરાઈચ જિલ્લાના નાનપારાના રહેવાસી જગજીત સિંહની ફરિયાદ પર આશિષ મિશ્રા સહિત 20 અજાણ્યા લોકો સામે રમખાણ, હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓ પકડાયા છે. જેઓ હાલ જેલમાં છે. બીજી બાજુ, સુમિત જયસ્વાલની તહરિર પર 20-25 અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાની ફરીયાદ કરાઈ હતી. આ કેસમાં ચાર આરોપીઓને પકડાતા તેઓ પણ જેલમાં છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શુ છે સમગ્ર કેસ
ગત 3 ઓક્ટોબરે ખેડૂતોનું એક જૂથ યુપીના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતનો વિરોધ કરી રહ્યું હતું. આ દરમિયાન લખીમપુર ખીરીમાં એક SUVએ ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા. આના પગલે ગુસ્સે થયેલા દેખાવકારોએ કથિત રીતે ભાજપના બે કાર્યકરો અને એક ડ્રાઇવરને માર માર્યો હતો. આ હિંસામાં એક સ્થાનિક પત્રકારનું પણ મોત થયું હતું.

આ પણ વાંચોઃ

રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા

આ પણ વાંચોઃ

EPF: નોકરીમાંથી નિવૃત્તિ બાદ PF ના કેટલા મળશે પૈસા? 35 વર્ષની ઉંમર અને 15 વર્ષના બેઝિકના ઉદાહરણ સાથે સમજો સંપૂર્ણ ગણતરી

Next Article