Haryana Violence: કોણ છે મોનુ માનેસર ,જેનું હરિયાણાના નૂહમાં ભડકી ઉઠેલી હિંસામાં ઉછળ્યું નામ

|

Aug 01, 2023 | 3:06 PM

હરિયાણાના નૂહમાં હિંસાને લઈને જેનુ નામ ચર્ચાઈ રહ્યું છે તે મોનુ માનેસર કોણ છે અને કેમ આ હિંસા પાછળ તેને જવાબદાર માનવામાં આવી રહ્યો છે ચાલો જાણીએ સમગ્ર મામલો

Haryana Violence: કોણ છે મોનુ માનેસર ,જેનું હરિયાણાના નૂહમાં ભડકી ઉઠેલી હિંસામાં ઉછળ્યું નામ
Who is Monu Manesar

Follow us on

હરિયાણાના નૂહમાં મેવાત બ્રિજ મંડળની યાત્રા પર પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી હતી. હિંસાના સમાચારો વચ્ચે ફરી એક નામ ગુંજતું થઈ રહ્યું છે તે છે મોનુ માનેસર. મોનુએ રવિવારે વીડિયો જાહેર કર્યો અને જાહેરાત કરતા કહ્યું હતુ કે તે પણ આ યાત્રામાં ભાગ લેવા આવી રહ્યો છે અને ત્યારબાદથી આ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો જે બાદ અહીં યાત્રા પર પથ્થરમારો થયો જે બાદ 3 લોકોને મારી નાખવામાં આવ્યા.

ત્યારે સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે હરિયાણાના 4 જિલ્લામાં ધારા 144 લાગુ કરવામાં આવી, તેમજ ગુરુગ્રામ સહિતના અનેક જિલ્લામાં શાળા કોલેજોને બંધનું એલર્ટ આપવામાં આવ્યું. ત્યારે આ હિંસાને લઈને જેનું નામ ચર્ચાઈ રહ્યું છે તે મોનુ માનેસર કોણ છે અને કેમ આ હિંસા પાછળ તેને જવાબદાર માનવામાં આવી રહ્યો છે ચાલો જાણીએ સમગ્ર મામલો.

કોણ છે મોનુ માનેસર ?

તમને જણાવી દઈએ કે આ એ જ મોનુ માનેસર છે જેનું નામ આ વર્ષે ફેબ્રુઆરીમાં જુનૈદ અને નાસિરની હત્યાના કેસમાં સામે આવ્યું હતું. જુનૈદ અને નાસિરના સળગેલા મૃતદેહો ભિવાનીમાં એક કારની અંદરથી મળી આવ્યા હતા. જે અંગે મોનુનું નામ તેમના સંબંધીઓ દ્વારા નોંધાવવામાં આવેલી FIRમાં પણ હતું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે જુનૈદ અને નાસિરની હત્યા ગાયની તસ્કરીની શંકામાં પોતાને ગૌ રક્ષક ગણાવતા લોકોએ કરી હતી. આ અંગે મેવાતના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું કે મેવાતમાં લાંબા સમયથી યાત્રા કાઢવામાં આવી રહી છે અને તેના પર કોઈને કોઈ વાંધો નથી. વાંધો માત્ર મોનુ માનેસરની આ યાત્રામાં ભાગ લેવાને લઈને છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મોનુ આ પ્રવાસમાં આવ્યો હતો કે નહીં.

પોતાને ગૌ રક્ષક ગણાવે છે

મોનુ માનેસર, જેનું સાચું નામ મોહિત યાદવ છે, તે પોતાને ગૌ રક્ષક કહે છે. તેની પોતાની એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર તે પશુઓના દાણચોરોને પકડવા ઉપરાંત તેના વીડિયો પણ અપલોડ કરે છે. આઠ વર્ષ પહેલા બજરંગ દળમાં જોડાનાર મોનુ ગુરુગ્રામના માનેસરનો રહેવાસી છે. વર્ષ 2011માં બજરંગ દળમાં જોડાનાર મોનુ આજે બજરંગ દળના પ્રાંતીય ગૌ રક્ષકનો વડા છે. તે લગભગ 8 વર્ષથી પશુઓના દાણચોરોને પકડવાનું કામ કરે છે. વર્ષ 2019માં પશુઓના દાણચોરોને પકડતી વખતે મોનુને પણ ગોળી મારી દેવામાં આવી હતી. તેની ચેનલ પર, મોનુ ગાયની કતલ અને પશુઓની તસ્કરી કરનારાઓના નેટવર્કને ખતમ કરવાની ખુલ્લી ચેતવણી આપતો જોવા મળે છે.

મોનુ પાસે પલવલ, ઝજ્જર, પાણીપત, સોનીપત, નૂહ, રેવાડી, ગુરુગ્રામ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં બાતમીદારોનું નેટવર્ક છે. આ સાથે તે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા માહિતી મેળવતો રહે છે. જ્યારે મોનુ પશુઓના દાણચોરોને પકડે છે, ત્યારે તે તેમને પોલીસને હવાલે કરે છે. જુનૈદ અને નાસિરના સંબંધીઓએ કહ્યું કે પોલીસના સમર્થનને કારણે આ વિસ્તારમાં તેની દાદાગીરી વધી છે. મોનુ માનેસરને રાજકારણીઓ સાથે પણ બેઠક છે. દેશના ઘણા મોટા રાજનેતાઓ સાથે તેમની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે.

હિંસા સાથે શું છે મોનુનું કનેક્શન ?

તમને જણાવી દઈએ કે મેવાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રા નિકળી હતી પણ યાત્રાના એકાદ દિવસ અગાઉ મોનું એ પોતે આ યાત્રામાં આવી રહ્યો હોવાનું નિવેદન આપ્યુ હતુ અને આ ન્યૂઝથી લોકો અહીના લોકો ભડકી ઉઠ્યા હતા અને તેમનામાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું કે મેવાતમાં લાંબા સમયથી યાત્રા કાઢવામાં આવી રહી છે અને તેના પર કોઈને કોઈ વાંધો નથી. વાંધો માત્ર મોનુ માનેસરની આ યાત્રામાં ભાગ લેવાને લઈને છે.

મોટા મોટા રાજકારણીઓ સાથે મોનુનું ઉઠવું-બેસવું!

રાજકીય અને જાહેર સમર્થનને કારણે પોલીસે પણ તેના પર કાર્યવાહી કરી ન હતી, એવો આક્ષેપ જુનૈદ અને નાસીરના સંબંધીઓએ કર્યો હતો. તે પછી પણ તે હત્યા કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મોનુ પોલીસથી દૂર હતો. તે તેના સોશિયલ મીડિયા પર સતત વીડિયો પોસ્ટ કરી રહ્યો હતો, પરંતુ તેમ છતાં પોલીસ તેના ગળા સુધી પહોંચી ન હતી. હવે ફરી એકવાર તોફાનોના કારણે મોનુનું નામ સંભળાયું છે, તો પોલીસ મોનુને પકડવામાં કેમ સફળ ન થઈ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article