Haryana: લખીમપુર બાદ હવે અંબાલામાં પણ હંગામો, ભાજપના સાંસદ પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર કાર ચલાવવાનો લાગ્યો આરોપ

|

Oct 07, 2021 | 5:54 PM

અંબાલાના નારાયણગઢની આ ઘટનાને લઈને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે, શું ભાજપના લોકો પાગલ થઈ ગયા છે ?

Haryana: લખીમપુર બાદ હવે અંબાલામાં પણ હંગામો, ભાજપના સાંસદ પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર કાર ચલાવવાનો લાગ્યો આરોપ
Haryana - Ambala

Follow us on

લખીમપુર વિવાદ બંધ થાય તે પહેલા જ, હરિયાણાના અંબાલાથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ભાજપના નેતા દ્વારા વિરોધ કરવા આવેલા ખેડૂત પર કાર ચડાવી દેવામાં આવી હતી. તેમાં એક ખેડૂત ઘાયલ થયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલામાં વિરોધ કરી રહેલા ખેડૂતને કારથી ટક્કર મારી હતી.

અંબાલાના નારાયણગઢની આ ઘટનાને લઈને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે, શું ભાજપના લોકો પાગલ થઈ ગયા છે ? કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલાના નારાયણગઢમાં વિરોધ કરી રહેલા એક ખેડૂત પર કારથી ટક્કર મારી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કાર્યક્રમ સ્થળ પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

મળતી માહિતી અનુસાર, રમત મંત્રી સંદીપ સિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની આજે નારાયણગઢમાં એક સન્માન સમારોહમાં પહોંચવાના હતા. આ અંગે ખેડૂતોને જાણ થતાં જ ખેડૂતો વિરોધ કરવા માટે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ ઉગ્ર દેખાવ અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

સવારે લગભગ 11:15 વાગ્યે, ભવન પ્રીત સિંહ નામના ખેડૂતે ડીસીપીને ફરિયાદ કરી કે તેમના પર કાર ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આ વાહન સાંસદ નાયબ સૈનીના કાફલાનું હતું. અત્યાર સુધી પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી. કાફલાની છેલ્લી કાર દ્વારા ખેડૂતને ટક્કર મારવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ખેડૂતને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

લખીમપુરમાં ખેડૂતો પર કાર ચઢાવવામાં આવી હતી
આ પહેલા યુપીના લખીમપુરમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને વાહન સાથે કચડી નાખવાનો કિસ્સો સામે આવ્યો હતો. અકસ્માતમાં કુલ આઠ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે SIT ની રચના કરી છે. આ સાથે જ વિપક્ષ સતત યુપી સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. આ કેસમાં આરોપી ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રા છે. મિશ્રાની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી નથી.

 

આ પણ વાંચો : કાશ્મીરમાં કેમ ફરી હિન્દુઓને નિશાન કેમ બનાવી રહ્યા છે આંતકવાદીઓ ? DGP એ જણાવી આતંકવાદીઓની મનસા

આ પણ વાંચો : મિસ વર્લ્ડ અમેરિકા 2021નો ખિતાબ જીતીને શ્રી સૈનીએ ભારતનુ નામ રોશન કર્યુ, જાણો પંજાબની શ્રી સૈની વિશે

Published On - 5:46 pm, Thu, 7 October 21

Next Article