Har Kam Desh Ke Nam: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવાયતોનો હિસ્સો રહી ચુકેલા જહાજ ‘અભિક’ને ભારતીય તટરક્ષક દળે પુનઃસ્થાપિત કર્યું

|

Aug 12, 2021 | 12:44 PM

‘અભિક’ જહાજ કે જેના નામનો અર્થ નીડર થાય છે, તે તટરક્ષક દળ દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવાયતોનો હિસ્સો રહ્યું છે

Har Kam Desh Ke Nam: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવાયતોનો હિસ્સો રહી ચુકેલા જહાજ ‘અભિક’ને ભારતીય તટરક્ષક દળે પુનઃસ્થાપિત કર્યું
Indian Coast Guard restores ship 'Abhik', part of national and international exercises

Follow us on

Har Kam Desh Ke Nam:  ચેન્નઇ ખાતે સ્થાપિત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળ( Indian Coast Guard)ના જહાજ અભિક(Abhik)ને હવે ઓખામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. આ જહાજ અગાઉ ડિસેમ્બર 2013માં તટરક્ષક દળની સેવાઓમાં નિયુક્ત કરવામાં આવ્યું હતું. 10 ઑગસ્ટ 2021ના રોજ આ જહાજ (Ship) ઓખા ખાતે આવી પહોંચ્યું હતું.

કમાન્ડન્ટ (JG) સાન્તા કુમારના કમાન્ડ હેઠળ આવેલા આ જહાજને આવકારવા માટે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય અતિથિ જુનાગઢના મુખ્ય જંગલ સંરક્ષક ડૉ. કે. રમેશ, ભારતીય જંગલ સેવાએ જહાજનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. કમાન્ડર નંબર 15, તટરક્ષક દળ, જિલ્લો ઓખા, DIG કે.આર. દીપક કુમાર પણ આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. 54 મીટર લાંબા આ જહાજનો ઉપયોગ ગુજરાતના દરિયાકાંઠે તટરક્ષક દળના આવશ્યક ચાર્ટરના અમલીકરણ માટે કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અભિક’ જહાજ કે જેના નામનો અર્થ નીડર થાય છે, તે તટરક્ષક દળ દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવાયતોનો હિસ્સો રહ્યું છે. આ વિવિધ કવાયતોમાં એપ્રિલ 2018માં યોજાયેલી ઇન્ડોકોરિયન સંયુક્ત કવાયત, ઑગસ્ટ 2019માં યોજાયેલી ઇન્ડોયુ.એસ. સંયુક્ત કવાયત અને ઑગસ્ટ 2020માં યોજાયેલી ઇન્ડોજાપાન સંયુક્ત કવાયત પણ છે. આ જહાજે ઑગસ્ટ 2020માં MT ન્યૂ ડાયમંડ પર લાગેલી આગ દરમિયાન ફાયરફાઇટિંગ કામગીરીમાં પણ ભાગ લીધો હતો.

Next Article