વિશ્વભરમાં સૌથી વધુ પ્રભાવશાળી નેતા ગણાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (17 સપ્ટેમ્બર, 2021) એ જન્મદિવસ છે. તેઓ આ વર્ષે તેમનો 71 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ઉંમરે પણ ફીટ એન્ડ ફાઈન રહેતા પીએમ મોદીના સ્વાસ્થ્યનું રહસ્ય સૌ કોઈને જાણવું હોય છે. તમને જણાવી દઈએ કે લાંબા સમયથી તેઓએ દિનચર્યામાં યોગ, મધ્યમ ઊંઘ, ઉપવાસ અને નિયમિત આહાર અપનાવીને તંદુરસ્ત જીવનશૈલી જાળવી રાખી છે.
આ મોદીની જીવનશૈલી છે
સવારે 4 વાગે ઉઠે છે
આ જાણીતી હકીકત છે કે મોદી નિયમિત જીવનશૈલીમાં માને છે. પીએમ યોગ્ય સૂવાનો સમય અનુસરે છે અને દરરોજ સવારે 04:00 વાગ્યે ઉઠે છે.
યોગ
પ્રધાનમંત્રીના સ્વાસ્થ્યમાં યોગ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. મોદી યોગ દ્વારા અત્યંત શિસ્તબદ્ધ જીવનશૈલી જીવી રહ્યા છે. તે સવારે યોગ કરે છે. તેમણે વિશ્વભરમાં યોગને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેટલાક પ્રસંગો પર, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, મોદી યોગના વિવિધ પ્રકારનો અભ્યાસ કરતા જોવા મળે છે. તે ભારતીયો, ખાસ કરીને યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
મોર્નિંગ વોક
પોતાની જાતને તંદુરસ્ત અને ચપળ રાખવા માટે, વડાપ્રધાન દરરોજ સવારે મોર્નિંગ વોક કરે છે. વહેલી સવારની આ વોક અને તાજી હવા તેમના સ્વાસ્થ્યનું રહસ્ય છે.
નાસ્તો
વડાપ્રધાન મોદી પોતાના દિવસની શરૂઆત તંદુરસ્ત નાસ્તાથી કરે છે, જેમાં મોટાભાગે પૌઆ અને આદુ વાળો ચા હોય છે. પીએમ મોદી શાકાહારી છે, તેથી તેમના આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. તેઓ આજે પણ ગુજરાતી ભોજન પસંદ છે.
આયુર્વેદ
પીએમ મોદીએ હંમેશા આયુર્વેદને પ્રોત્સાહન આપ્યું છે અને તેમને એમ પણ કહ્યું છે કે યોગ પછી વિશ્વ ટૂંક સમયમાં ભારતના પ્રાચીન આયુર્વેદિક સિદ્ધાંતોને અપનાવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુવાનોએ દેશના આયુર્વેદને વૈજ્ઞાનિક રીતે સમજાવવા માટે આગેવાની લેવી જોઈએ.
પ્રધાનમંત્રી ઘરેલુ ઉપચાર અને આયુર્વેદમાં પણ એટલું જ માને છે.
ધ્યાન
પીએમ મોદી ધ્યાન અને શ્વાસ લેવાની તકનીકોનો અભ્યાસ કરે છે જેથી તેમને આરામ મળી રહે અને તેઓ રીલેક્સ રહે. પોએમ મોદીએ શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ પ્રતિષ્ઠિત પરીક્ષાઓના ઈચ્છુક લોકોને તણાવમુક્ત રહેવા માટે ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની રીતનો અભ્યાસ કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદ યથાવત, આ તારીખે વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો: VADODARA : અમેરિકી કોન્સ્યુઅલ જનરલ ડેવિડ જે રેન્ઝે ઝાયલમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી