Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ રદ્દ કર્યા આ વર્ષના આવેદન, અરબે ન આપી બહારના લોકોને પરવાનગી

|

Jun 15, 2021 | 6:26 PM

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે તમામ આવેદન રદ્દ કરી દીધા છે. આ નિર્ણય કોરોના મહામારીને જોતા લેવાયો છે.

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ રદ્દ કર્યા આ વર્ષના આવેદન, અરબે ન આપી બહારના લોકોને પરવાનગી
સાંકેતિક તસ્વીર

Follow us on

Haj 2021 Cancel: ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે તમામ આવેદન રદ્દ કરી દીધા છે. આ નિર્ણય કોરોના મહામારીને જોતા લેવાયો છે. હકીકતમાં મહામારીના કારણે સાઉદી સરકારે બીજા દેશના શ્રદ્ધાળુઓને હજ માટે આવવાની મંજૂરી આપી નથી. આ કારણે ભારતીય હજ સમિતિએ હજ 2021 માટે આવેદન રદ્દ કરી દીધુ છે. એવામાં સાઉદી અરબમાં રહેનારા 60 હજાર લોકો આ વર્ષે હજની યાત્રા કરશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સાઉદી અરબે ગયા વર્ષે કોરોના વાયરસ મહામારીના પ્રસારને રોકવા માટે બહારના તીર્થયાત્રીઓને હજમાં ભાગ લેવા પર રોક લગાવી દીધી છે. માત્ર સીમિત સંખ્યામાં ડોમેસ્ટિક તીર્થયાત્રીઓને હજ કરવાની અનુમતિ હતી. આ પ્રતિબંધ હાલના ઈતિહાસમાં આવી રીતનો પહેલો પ્રતિબંધ હતો.

થોડા દિવસો પહેલા સાઉદી અરબ તરફથી કહેવામાં આવ્યું હતુ કે યાત્રા જુલાઈના મધ્યમાં શરુ થશે. જેમાં 18થી65 વર્ષના સ્થાનીય લોકો ભાગ લઈ શકશે. સાથે સાઉદી અરબે એ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે આ વર્ષે હજ પર આવનારા લોકોને કડક શરતોનું પાલન કરવુ પડશે. હજ માટે યાત્રીઓ માટે કોરોના વેક્સિન લેવી જરુરી રહેશે. વેક્સિન વગર હજ યાત્રાની અનુમતિ મળશે નહીં.

 

આપને જણાવી દઈએ કે મક્કામાં હજ માટે દર વર્ષે 20 લાખથી વધારે લોકો પહોંચે છે. જેમાંથી કેટલાક લોકો વિદેશથી આવે છે. કોરોના વાયરસ પહેલા 2019માં ભારતમાંથી 2 લાખ લોકો હજ માટે ગયા હતા. પરંતુ આ વખતે કોરોના મહામારીને જોતા સાઉદી અરબે યાત્રીઓની સંખ્યાને સીમિત કરી દીધી છે.

 

આ પણ વાંચો: Gandhinagar Political News: 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા BJP એક્શનમાં, સરકાર અને તેના પ્રતિનિધિઓની કામગીરી જનતા સામે મુકવા ઘડાઈ રણનીતિ

Next Article