Gyanvapi Case: જ્ઞાનવાપીને લઈ હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ, કરી આ માંગ

|

Aug 02, 2023 | 7:33 PM

પીઆઈએલમાં કોર્ટને માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી વારાણસી કોર્ટ શ્રૃંગાર ગૌરી કેસમાં પોતાનો ચુકાદો સંભળાવે નહીં ત્યાં સુધી પરિસરમાં બિન-હિંદુઓના પ્રવેશ પર રોક લગાવવી જોઈએ.

Gyanvapi Case: જ્ઞાનવાપીને લઈ હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ, કરી આ માંગ

Follow us on

Gyanvapi Case: બનારસની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં (Allahabad High Court) જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે, જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટ આવતીકાલે એટલે કે ગુરુવારે ASI સર્વે પર પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. અરજીમાં જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સર્વેને અસર કર્યા વિના ત્યાં હાજર હિંદુ ધર્મના પ્રતીકોને સાચવી રાખવાની કોર્ટને માંગ કરવામાં આવી છે.

આ અરજી રાખી સિંહ અને અન્ય લોકો વતી વારાણસીની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેઓ શૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની મંજૂરીની માંગ માટે દાવો કરી રહ્યાં છે. અરજીમાં હિંદુ પ્રતીકોને સાચવવાની તેમજ બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

પીઆઈએલમાં કોર્ટને માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી વારાણસી કોર્ટ શ્રૃંગાર ગૌરી કેસમાં પોતાનો ચુકાદો સંભળાવે નહીં ત્યાં સુધી પરિસરમાં બિન-હિંદુઓના પ્રવેશ પર રોક લગાવવી જોઈએ. અરજદારોએ કોર્ટને વિનંતી કરી છે કે પરિસરમાં આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે, જેથી ASI સર્વેના કામને અસર ન થાય. અરજી અંગે માહિતી આપતા સૌરભ તિવારીએ કહ્યું કે, કોર્ટ આ મામલે આગામી સપ્તાહે સુનાવણી કરી શકે છે.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

આ પણ વાંચો: નૂહ હિંસા પર CM મનોહર લાલ ખટ્ટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ- હરિયાણાની જનસંખ્યા 2.7 કરોડ, પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી

ASI સર્વે અંગે આવતીકાલે નિર્ણય આવી શકે છે

વાસ્તવમાં, અલ્હાબાદ હાઈકોર્ટ મુસ્લિમ પક્ષની અરજી પર આવતીકાલે એટલે કે ગુરુવારે પોતાનો ચુકાદો આપશે, જેમાં નીચલી કોર્ટના ASI સર્વેના આદેશ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. ગયા મહિને ટ્રાયલ કોર્ટે ASIને જગ્યાના સર્વેનો આદેશ આપ્યો હતો. આ પછી 24 જુલાઈએ સર્વેનું કામ શરૂ થતાં જ સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવતા મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટમાં મોકલી દીધો હતો.

મુસ્લિમ પક્ષે ASI સર્વેનો વિરોધ કર્યો છે

ત્યારબાદ આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. હાઈકોર્ટે નક્કી કરવાનું છે કે જ્ઞાનવાપીનો સર્વે કરાવવો જોઈએ કે નહીં. કેસમાં મુસ્લિમ પક્ષનું કહેવું છે કે સર્વેના કારણે મસ્જિદને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે, તોડી પડવાની પણ ભીતિ છે. બીજી તરફ હિંદુ પક્ષનું કહેવું છે કે સર્વે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવશે, જેમાં બિલ્ડિંગને કોઈપણ પ્રકારનું નુકસાન થશે નહીં.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article