Gujarati NewsNationalGujarat this ciy will help each family of martyr two and half lakh rupees shahido na parivar ni padkhe ubhu rhese aa shehar
શહીદોના પરિવારની પડખે ઉભું રહેશે ગુજરાતનું આ શહેર, દરેક શહીદના પરિવારને કરશે રુપિયા અઢી લાખની મદદ
સુરત એટલે ભારતમાં કોઈ પણ જગ્યા પર કોઈ હોનારત કે કોઈ ઘટના બને ત્યારે તે લોકોના પડખે ઉભું રહેતું એવું એક શહેર છે. આ શહીદ પરિવારના વ્હારે સુરતના લોકો સામે આવ્યા છે. પુલવામામાં હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવારને સુરત શહેરમાંથી આર્થિક મદદ મોકલવામાં આવશે. TV9 Gujarati Web Stories View more સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી […]
Follow us on
સુરત એટલે ભારતમાં કોઈ પણ જગ્યા પર કોઈ હોનારત કે કોઈ ઘટના બને ત્યારે તે લોકોના પડખે ઉભું રહેતું એવું એક શહેર છે. આ શહીદ પરિવારના વ્હારે સુરતના લોકો સામે આવ્યા છે. પુલવામામાં હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવારને સુરત શહેરમાંથી આર્થિક મદદ મોકલવામાં આવશે.
એક એવું શહેર કે કોઈ આર્થિક રીતે પડી ભાગ્યું હતું છતાં પણ આખું શહેર ઉભું થયું અને અત્યારે લોકોના પડખે ઉભું રહેતું શહેર બની ગયું છે.ત્યારે આ સુરતનું મારુતિ વીર જવાન ટ્રસ્ટ પુલવામાં હુમલાના શહીદ જવાનોના પરિવારના ખંભેથી ખંભો મિલાવી સાથે ઉભુ છે. પુલવામાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને ટ્રસ્ટ તરફથી આર્થિક યોગદાન આપવાનો નિર્ણય લીધો છે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિની સાથે પરિવારને 2 લાખ 50 હજાર ની આર્થિક સહાય ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા શહીદ જવાનના પરિવારને 2 લાખ 50 હજારનો ચેક અર્પણ કરવામાં આવશે. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 44 શહીદ જવાનોના પરિવારને 1 કરોડ 10 લાખની સહાય આપવામાં આવશે.