Gujarat Riots: બે દાયકા બાદ ફરી એકવાર ગોધરાનું ભૂત ધુણ્યુ, અહેમદ પટેલ માત્ર નામ, મુખ્ય સુત્રધાર સોનિયા ગાંધી, તીસ્તા મામલા પર સંબીત પાત્રાનું નિવેદન

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જે રીતે કોંગ્રેસે ગુજરાત રમખાણો (2002)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપમાનિત કરવાનું કાવતરું ઘડ્યું હતું, તેનું સત્ય એક પછી એક બહાર આવી રહ્યું છે.

Gujarat Riots: બે દાયકા બાદ ફરી એકવાર ગોધરાનું ભૂત ધુણ્યુ, અહેમદ પટેલ માત્ર નામ, મુખ્ય સુત્રધાર સોનિયા ગાંધી, તીસ્તા મામલા પર સંબીત પાત્રાનું નિવેદન
Sambit Patra
| Edited By: | Updated on: Jul 16, 2022 | 12:21 PM

ગુજરાતમાં 2002 માં થયેલ રમખાણોના 20 વર્ષ બાદ ફરી આ મુદ્રો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ શનિવારે ગુજરાત રમખાણો (Gujarat Riots 2002) મામલે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે રીતે કોંગ્રેસે ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને અપમાનિત કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેનું સત્ય હવે એક પછી એક બહાર આવી રહ્યું છે. સંબિત પાત્રાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું હતું કે કેટલાક લોકો ષડયંત્ર હેઠળ આ મુદ્દાને ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં ખોટી હકીકતો પણ રજૂ કરવામાં આવી રહી હતી. હવે આ લોકોને પણ કાયદો કડક બનાવશે.

ભાજપના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘આ મામલામાં રચાયેલી SIT એ કોર્ટ સમક્ષ એફિડેવિટ રજૂ કરી છે. આ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, તિસ્તા સેતલવાડ અને તેના સહયોગીઓ માનવતા હેઠળ કામ કરતા ન હતા. તેઓ રાજકીય હેતુથી કામ કરી રહ્યા હતા. તેમના 2 ઉદ્દેશ્ય હતા. પ્રથમ ઉદ્દેશ્ય ગુજરાતની તત્કાલીન સરકારને અસ્થિર કરવાનો હતો. જ્યારે બીજો ઉદ્દેશ્ય નિર્દોષ લોકોને આમાં સામેલ કરવાનો હતો. જે અંતર્ગત પીએમ મોદીને આ મામલે ખેંચવામાં આવ્યા હતા.

 

 

સંબિત પાત્રાએ સોનિયા ગાંધી પર લગાવ્યા આરોપ

તેમણે કહ્યું, ‘એફિડેવિટમાં એ વાત પણ સામે આવી છે કે કાવતરાખોરોમાં સોનિયા ગાંધી (Sonia Gandhi) ના ભૂતપૂર્વ મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ (Ahemad Patel) પણ હતા. અહેમદ પટેલ માત્ર નામ છે. આ બધા પાછળ સોનિયા ગાંધી મુખ્ય સુત્રધાર છે. સોનિયા ગાંધીએ ગુજરાત અને પીએમ મોદીની છબીને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. સંબિત પાત્રાએ કહ્યું, ‘મીડિયામાં એફિડેવિટ પ્રમાણે આ કામ માટે પૈસા પણ આપવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને પ્રથમ હપ્તા તરીકે 30 લાખ રૂપિયા આપ્યા હતા. અહેમદ પટેલ જી અમારી વચ્ચે નથી. પરંતુ તેમણે માત્ર તે ડિલિવરી કરી હતી. આ 30 લાખ તે સમયમાં પ્રથમ હપ્તા તરીકે જ આપવામાં આવ્યા હતા.