
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. રાજ્યકક્ષાના 14 પૈકી પાંચ પ્રધાનોને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં તેમના સહિત કુલ 25 પ્રધાનોનો સમાવેશ થયો છે.
આજે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા પ્રધાનમંડળની પહેલી બેઠક યોજાશે. આ બેઠકમાં શપથ લેનારા સૌ પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.
રાજભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહીત ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, પક્ષના નેતાઓ તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષાતમાં નવા મંત્રીમંડળની રચના અંગે ભાજપના મોવડી મંડળે બે દિવસ સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો. જેમાં વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના કેન્દ્રિય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓએ પણ તબક્કાવાર બેઠકો યોજી હતી.
ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નથી આવ્યા. ભાજપે અપનાવેલ આ નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે. ભૂતકાળમાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.
આજે કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે શપથ લેનારાઓમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવદી, ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, કનુભાઈ દેસાઈ, પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણે કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
ત્યાર બાદ સુરતના મજૂરા મતવિસ્તારના યુવા ધારાસભ્ય હર્ષ સંધવી, અમદાવાદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જગદીશ પંચાલ, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોળ, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્ર પરમાર, રાધવ મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની યાદી
કેબિનેટ કક્ષા-
1.રાજેન્દ્ર ત્રિવેદી
2.જીતુ વાઘાણી
3.ઋષિકેશ પટેલ
4.પૂ્ર્ણેશ મોદી
5.રાઘવજી પટેલ
6.કનુભાઈ દેસાઈ
7.કિરીટસિંહ રાણાં
8.નરેશ પટેલ
9.પ્રદીપ પરમાર
10.અર્જુનસિંહ ચૌહાણ
રાજ્ય કક્ષા
11.હર્ષ સંઘવી
12.જગદીશ પંચાલ
13.બ્રિજેશ મેરજા
14.જીતુ ચૌધરી
15.મનીષા વકીલ
16.મુકેશ પટેલ
17.નિમિષા સુથાર
18.અરવિંદ રૈયાણી
19.કુબેર ડીંડોર
20.કીર્તિસિંહ વાઘેલા
21.ગજેન્દ્રસિંહ પરમાર
22.રાઘવ મકવાણા
23.વિનોદ મોરડીયા
24.દેવાભાઈ માલમ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં, રાજેન્દ્ર ત્રિવદી, જીતુ વાધાણી, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણ બાદ, હર્ષ સંધવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ બાદ, આજે સાંજે પ્રધાનમંડળની બેઠક યોજાશે. જેમાં શપથ લેનારા સૌ પ્રધાનોને આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં વિભાગોની ફાળવણી કરી દેવાશે. આ અંગે સીએમંઓ ગુજરાત તરફથી ટવીટ પણ કરાયુ છે કે, પ્રદાનમંડળની બેઠક આજે સાંજે 4.30 કલાકે યોજાશે.
શપથવિધિ સમારોહમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, પ્રદેશના આગેવાનો, પૂર્વ પ્રધાનો,
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં, મધ્ય ગુજરાતમાંથી કુલ છ પ્રધાનોને સમાવવામાં આવશે. જેમાં બે પ્રધાનો અમદાવાદ શહેરમાંથી તો એક એક પ્રધાન પંચમહાલ, વડોદરા, મહિસાગર અને ખેડા જિલ્લામાંથી સમાવવામાં આવશે. મધ્ય ગુજરાતમાંથી 2 ઓબીસી, 2 એસટી અને 2 એસસી જ્ઞાતિમાંથી સમાવવામાં આવશે.
મધ્ય ગુજરાતમાંથી કોણ કોણ હશે પ્રધાન ?
(1) જગદીશ પંચાલ ( નિકોલ- અમદાવાદ ) ઓબીસી
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ- પંચમહાલ ) ST
(3) પ્રદિપ પરમાર ( અસારવા- અમદાવાદ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST
(6) મનીષા વકીલ : SC
ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર મહત્વનો પ્રદેશ છે. રાજકીય રીતે સૌરાષ્ટ્રના મહત્વને ધ્યાને લઈને ભાજપે, સૌરાષ્ટ્રમાંથી સાત પ્રધાનોને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લાને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવો પ્રયાસ હાથ ધર્યો છે. સૌરાષ્ટ્રમાંથી ચાર પ્રધાન પટેલ જ્ઞાતિમાંથી લેવામાં આવી રહ્યાં છે. તો એક કોળી પટેલ અને એક ક્ષત્રિયને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવશે.
સૌરાષ્ટ્રમાંથી કોણ હશે પ્રધાન ?
(1)અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
(2)રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
(3)બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી
(4)દેવા માલમ ( કેશોદ) કોળી
(5)કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
(6)આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
(7)જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )
દક્ષિણ ગુજરાતમાંથી છ પ્રધાનોને, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવશે. જેમાં બે પ્રધાન સવર્ણ, બે પ્રધાન અનુસુચિત જનજાતિના, એક પ્રધાન ઓબીસી અને એક પ્રધાન જૈન જ્ઞાતિમાંથી સમાવાય તેવી સંભાવના છે. જાણો દક્ષિણ ગુજરાતમાંથી કોણ કોણ હશે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ?
દક્ષિણ ગુજરાતમાંથી કોણ ?
(1) નરેશ પટેલ, ગણદેવી (st )
(2) કનુ દેસાઈ, પારડી ( બ્રાહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
(6) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ
ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ઉતર ગુજરાતમાંથી ત્રણ પ્રધાનોને સમાવવામાં એવી સંભાવના છે. જેમાં બે પ્રધાનો ઓબીસી અને એક પ્રધાન સવર્ણજ્ઞાતિમાંથી હશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, વિસનગરના ઋષિકેશ પટેલ, પ્રાંતિજના ગજેન્દ્ર પરમાર અને કાંકરેજના કીર્તિસિંહ વાધેલાનો સમાવેશ ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં કરાશે.
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર -પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ – ઓબીસી )
(3) કીર્તિસિંહ વાઘેલા ( કાંકરેજ- ક્ષત્રિય)
ગુજરાતમાં આજે અસ્તિત્વમાં આવનારા ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં સવર્ણ, ઓબીસી, અનુસુચિત જનજાતિ, અનુસુચિત જાતિ અને જૈન જ્ઞાતિને પ્રધાન્ય આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેના મંત્રીમંડળમાં આઠ પટેલને સ્થાન આપવામાં આવી રહ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 2 ક્ષત્રિય, 6 ઓબીસી, 2 અનુસુચિત જાતિ અને 3 અનુસુચિત જનજાતિના તેમજ એક પ્રધાન જૈન જ્ઞાતિમાંથી સમાવવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યાં છે.
પટેલ – 8
ક્ષત્રિય -2
ઓબીસી -6
SC 2
ST -3
જૈન -1
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કુલ 22 પ્રધાનો હોવાની સંભાવના છે. આ પ્રધાન મંડળમાં જ્ઞાતિ, જાતિના સમિકરણોની સાથેસાથે પ્રદેશના ઝોનવાઈઝ પણ બેલેન્સ રાખવાનો પ્રયાસ કર્યો છે. એક નજર કરીએ નવા પ્રધાનમંડળના સંભવિત પ્રધાનોની યાદી ઉપર
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સંભવિત સભ્યોની યાદી
ઉત્તર ગુજરાત
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
(3) કીર્તિસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય
દક્ષિણ ગુજરાત
(1) નરેશ પટેલ, ગણદેવી (st )
(2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
(6) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ
સૌરાષ્ટ્ર
અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી
દેવા માલમ ( કેશોદ) કોળી
કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )
મધ્ય ગુજરાત
(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST
(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST
(6) મનીષા વકીલ : SC
Published On - 12:19 pm, Thu, 16 September 21