18 લાખ 82 હજાર 229 દીવા….મહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં બન્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 20 હજાર સ્વંયસેવકોની મહેનત રંગ લાગી

મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરની મહાશિવરાત્રિની ઊજવણી દુનિયાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે શનિવારે સાંજે 18 લાખ 82 હજાર 229 દીવા પ્રગટાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.

18 લાખ 82 હજાર 229 દીવા....મહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં બન્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 20 હજાર સ્વંયસેવકોની મહેનત રંગ લાગી
Guinness world record set by lighting 18 lakh 82 thousand 229 lamps in Ujjain
| Edited By: | Updated on: Feb 19, 2023 | 7:53 AM

મહાશિવરાત્રિ પર આખું ભારત શિવ ભક્તિમાં લીન થઈ ગયું હતું. ભારતના લગભગ દરેક રાજ્યમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તે બધા વચ્ચે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરની મહાશિવરાત્રિની ઊજવણી દુનિયાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે શનિવારે સાંજે 18 લાખ 82 હજાર 229 દીવા પ્રગટાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના જજ સ્વન્પિલ ડાંગરિકરે જણાવ્યું હતું કે, તેલના દીવાઓનું સૌથી મોટું પ્રદર્શન કરવાનો રેકોર્ડ ગયા વર્ષે દીવાળી પર ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બન્યો હતો. તે સમયે 15.76 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આજે ઉજ્જૈનમાં આ રેકોર્ડ તૂટ્યો છે અને 18.8 દીવા પ્રગટવવાનો નવો રેકોર્ડ બન્યો છે.

ઉજ્જૈનમાં બન્યો મહા ‘રેકોર્ડ’

 


ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે આ દીપ પ્રગટાવવાની સાથે સાથે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવારજ સિંહ ચૌહાણ પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા. તેમણે જ 18,82,229 દીવા પ્રગટાવવાના ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફિકેટ સ્વીકાર્યું હતું. આ અવસર પર સરકારના ઘણા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

 

 


20 હજાર સ્વંયસેવકોની મહેનત રંગ લાવી

સ્થાનિક અધિકારીઓ મુજબ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે 21 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય હતું. જેમાં 20 હજાર સ્વ્યંસેવકોની મહેનતને કારણે 18 લાખથી વધારે દીવા પ્રગટવવામાં સફળતા મળી હતી. ગયા વર્ષે મહાશિવરાત્રી પર 11,71,078 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ તમામ દીવાને 5 મિનિટ સુધી પ્રજવલિત રાખવું જરુરી હતું.