Breaking News : દિલ્હી વાયુ પ્રદુષણની ઝપેટમાં આવ્યું , શાળાથી લઈ ઓફિસ પર શું અસર પડી જાણો

દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, રવિવારે AQI 450 ને વટાવી ગયું છે. ઝેરી ધુમ્મસના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. આ ભયાનકપરિસ્થિતિનેલઈ GRAP-4 લાગુ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ઘણા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે આ ફેરફારો શું છે.

Breaking News : દિલ્હી વાયુ પ્રદુષણની ઝપેટમાં આવ્યું , શાળાથી લઈ ઓફિસ પર શું અસર પડી જાણો
| Updated on: Dec 14, 2025 | 10:53 AM

દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી રહી હોવાથી, દિલ્હી સરકારે શાળાઓ અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. GRAP-4 ના અમલીકરણ પછી, શૈક્ષણિક સંસ્થાઓને બાળકોને હાનિકારક હવાથી બચાવવા માટે હાઇબ્રિડ મોડમાં ધોરણ 5 સુધીના વર્ગો ચલાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. શાળાઓને ફિઝિકલ હાજરી ઘટાડીને, ઑનલાઇન અને ઑફલાઇન શિક્ષણના વર્ગો ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. GRAP-IV હેઠળ, રાજ્ય સરકારો અને દિલ્હી સરકાર પાસે સ્થાનિક પરિસ્થિતિઓના આધારે ધોરણ 6 થી 10 અને ધોરણ 11 માટે ફિઝિકલ ક્લાસ બંધ કરવાનો વિકલ્પ પણ છે.

કર્મચારીઓ ઘરેથી કામ કરશે

ટ્રાફિક ભીડ અને પ્રદૂષણ ઘટાડવા માટે, સરકારે તમામ સરકારી અને ખાનગી કચેરીઓને 50 ટકા ક્ષમતાએ કામ કરવાનો આદેશ આપ્યો છે. બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે. આ નિર્દેશ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 ની કલમ 5 હેઠળ જાહેર કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં પણ ઘરેથી કામ કરવાની જોગવાઈઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લઈ શકે છે.

 

 

 

 

વાયુ પ્રદુષણનું સંકટ જોતા દિલ્લીમાં ગ્રેપ-4 લાગૂ, અનેક વિસ્તારોમાં AQI 400ને પાર પહોંચ્યો છે.આનંદ વિહારમાં 491 અને અશોક વિહારમાં 493 AQI,બાવાનામાં 498, રોહિણીમાં 499, વિવેક વિહારમાં 495 AQIઆ વર્ષે ચોથી વખત દિલ્લીમાં AQI ગંભીર શ્રેણીમાં પહોંચ્યો છે.સરકારી કચેરીઓમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમનો આદેશ

GRAP-4નો મતલબ શું છે અને ક્યારે લાગુ થાય છે?

દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાઓનો સામનો કરવા માટે, CAQM (કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ) દ્વારા GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) લાવવામાં આવ્યો હતો, જેને 4 સ્તરોમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રેપ-1 થી લઈ ગ્રેપ-4ની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. 201 થી 300 વચ્ચે ગ્રેપ-1ની AQI રીડિંગને ખરાબ માનવામાં આવે છે. ત્યારબાદ ગ્રેપ-2ની AQI રીડિંગ ખુબ ખરાબ (301400) માનવામાં આવે છે. જ્યારે ઈન્ડેક્સ 401 ઉપર ચાલ્યો જાય છે. તો ગ્રેપ-3ની હવાની ક્વોલિટી ગંભીર જોનમાં આવે છે. 450ની ઉપર કોઈ પણ રીડિંગને ખુબ ગંભીર કેટેગરીમાં રાખવામાં આવે છે. જે સૌથી ખતરનાક કેટેગરી છે.

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. અહી ક્લકિ કરો

Published On - 10:23 am, Sun, 14 December 25