સરકારે જણાવ્યું કે દેશની રક્ષામાં અર્ધસૈનિક દળના કેટલા જવાનોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો તમામ આંકડા

|

Jul 28, 2021 | 4:44 PM

કેન્દ્ર સરકાર તરફથી સંસદના ચોમાસા સત્રમાં ગૃહને કહેવામાં આવ્યું છે કે, 5 વર્ષમાં દેશની સલામતીમાં અર્ધસૈનિકદળોના કેટલા જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

સરકારે જણાવ્યું કે દેશની રક્ષામાં અર્ધસૈનિક દળના કેટલા જવાનોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો તમામ આંકડા
ફાઈલ ફોટો

Follow us on

કેન્દ્ર સરકાર તરફથી સંસદના ચોમાસા સત્રમાં ગૃહને કહેવામાં આવ્યું છે કે, 5 વર્ષમાં દેશની સલામતીમાં અર્ધસૈનિકદળોના કેટલા જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિપક્ષ દ્વારા પૂછાતા એક પ્રશ્નના બદલામાં સરકારે આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), આસામ રાઇફલ્સ (AR) અને સશસ્ત્ર સર્વિસ ફોર્સ (SSB) જેવા અર્ધલશ્કરી દળો ભારત-પાકિસ્તાન, ભારત-ચીન અને ભારત-નેપાળની સરહદ પર તહેનાત છે. આ સિવાય CISF પર દેશના એરપોર્ટોને સુરક્ષિત રાખવાની જવાબદારી છે.

4 વર્ષમાં 355 સૈનિકોએ ગુમાવ્યો જીવ

વિપક્ષે સરકારને સવાલ કર્યો હતો કે શું એ સાચું છે કે દેશના મોટી સંખ્યામાં અર્ધલશ્કરી કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે? વિપક્ષના આ સવાલનો જવાબ કેન્દ્ર સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ આપ્યો હતો. તેમણે ગૃહમાં છેલ્લા 5 વર્ષના આંકડા રજૂ કર્યા છે. સરકાર દ્વારા અપાયેલા ડેટા મુજબ, વર્ષ 2016-2020 સુધીમાં સીઆરપીએફના 209 જવાનો, બીએસએફના 78 જવાનો, આઈટીબીપીના 16 જવાનો, એસએસબીના 8 જવાનો, સીઆઈએસએફના 7 અને આસામ રાઇફલ્સના 37 જવાનોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. સરકારે કહ્યું કે, 2016થી 2020 સુધીમાં કુલ 355 અર્ધ સૈનિક કર્મચારીઓના મૃત્યું થયા છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

કેન્દ્ર સરકાર તરફથી કેટલું વળતર

આ સૈનિકોનાં મૃત્યું બાદ સરકાર દ્વારા આર્થિક સહાયની શું જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, 1 જાન્યુઆરી 2016થી સક્રિય ફરજ પર પોતાનો જીવ ગુમાવનારા જવાનોના પરિવારોને આપવામાં આવતી વળતરની રકમ 15 લાખ રૂપિયાથી વધારીને 35 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય જો કોઈ જવાન ડ્યુટી પર રહેતી વખતે મૃત્યુ પામે છે તો તેના પરિવારને હવે 10 લાખની જગ્યાએ 25 લાખ રૂપિયા વળતર તરીકે મળે છે. આ સિવાય જવાન પર આધારીત વ્યક્તિ પરિવારના પેન્શન (Nok) માટે હકદાર છે. આ સાથે તેમને ગ્રેચ્યુટી, રજાના પૈસા, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા વીમા લાભો, સામાન્ય ભવિષ્ય નિધિ જેવા અન્ય લાભ પણ મળે છે.

આ સિવાય દરેક દળની પોતાની કલ્યાણકારી યોજનાઓ છે અને તેના લાભ જવાનના આશ્રિતોને પણ મળે છે. જવાનોના આશ્રિતોને પણ ‘ભારત કે વીર’ ભંડોળનો લાભ મળે છે. પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના (PMSS) હેઠળ, છોકરીઓ માટે દર મહિને 3000 રૂપિયા અને છોકરાઓ માટે 2500 રૂપિયા સેવા આપતા, નિવૃત્ત અર્ધસૈનિક દળ, આસામ રાઇફલ્સ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોને આપવામાં આવે છે.

 

Next Article