ભારતીય સેના મિસાઈલ અને એર ડિફેન્સ હથિયારોથી થશે સજ્જ, 4,276 કરોડ રૂપિયાના હથિયારોને મંજૂરી

|

Jan 11, 2023 | 10:38 AM

મિસાઇલ દુશ્મનના સામનો કરવા માટે ALHને સજ્જ કરવાની પ્રક્રિયાનો આવશ્યક ભાગ છે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મિસાઈલનો સમાવેશ થવાથી ભારતીય સેનાની લડાયક ક્ષમતા મજબૂત થશે.

ભારતીય સેના મિસાઈલ અને એર ડિફેન્સ હથિયારોથી થશે સજ્જ, 4,276 કરોડ રૂપિયાના હથિયારોને મંજૂરી
રક્ષામંત્રી રાજનાથ સિંહ
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

રક્ષા મંત્રાલયે મંગળવારે કુલ 4,276 કરોડ રૂપિયાના ખર્ચે હેલિના એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો સહિત ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. ચીન સાથે જોડાયેલ LAC પર સશસ્ત્ર દળોની લડાઈની ક્ષમતામાં વધારો કરવા માટે, રક્ષા પ્રધાન રાજનાથસિંહની આગેવાની હેઠળ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. આમાંથી બે પ્રસ્તાવો આર્મી માટે હતા અને ત્રીજો પ્રસ્તાવ ભારતીય નૌસેના માટે હતો.

રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે DAC એ 4,276 કરોડ રૂપિયાના ખર્ચે મળેલી ત્રણ દરખાસ્તો માટે એકસેપ્ટન્સ ઓફ રિક્વાયરમેન્ટ (AoN)ને મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે DAC એ HELINA એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ, લોન્ચર્સ સાથે જોડાયેલી એક્સેસરીઝની ખરીદી માટે AONને મંજૂરી આપી છે, જે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) પર ફીટ કરવામાં આવશે.

જમીન અને પાણીમાં યુદ્ધ કરવા સજ્જ

આ મિસાઇલ દુશ્મનના સામનો કરવા માટે ALHને સજ્જ કરવાની પ્રક્રિયાનો આવશ્યક ભાગ છે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આ મિસાઈલના સામેલ થવાથી ભારતીય સેનાની લડાયક ક્ષમતા મજબૂત થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડીએસીએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ ડિઝાઇન અને વિકાસ હેઠળ VShorad મિસાઇલ સિસ્ટમની ખરીદી માટે AONને પણ મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું કે ઉત્તર બોર્ડર પર હાલમાં જ થયેલાના વિકાસને ધ્યાનમાં રાખીને, અસરકારક હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેને મુશ્કેલ જગ્યાઓ અને દરિયાઈ વિસ્તારમાં ઝડપથી ગોઠવી શકાય છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

હવાઈ ​​સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત થશે

મંત્રાલયે કહ્યું કે V Shorad ની ખરીદીથી એક મજબૂત અને ઝડપથી ગોઠવી શકાય તેવી પ્રણાલી તરીકે, વાયુ સેનાને મજબૂત બનાવશે. આ ઉપરાંત, DACએ ભારતીય નૌકાદળ માટે શિવાલિક વર્ગના જહાજો અને નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસેલ્સ (NGMVs) ના સંબંધમાં બ્રહ્મોસ લોન્ચર અને ફાયર કંટ્રોલ સિસ્ટમ (FCS) ની ખરીદીને મંજૂરી આપી હતી. મંત્રાલયે કહ્યું કે આ સાધનોના સમાવેશથી આ જહાજોને દરિયાઈ હુમલા કરવા, દુશ્મન યુદ્ધ જહાજો અને વેપારી જહાજોને ધ્વસ્થ કરવાની ક્ષમતામાં વધારો થશે.

 ડ્રેગનનો ડ્રાફ્ટ પ્લાન ?

ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે ચીન બ્રહ્મપુત્રા નદી પર મોટા ડેમ પ્રોજેક્ટ અને હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ચીને દર વખતે આ દાવાઓને નકારી કાઢ્યા છે. તેના તાજેતરના અભ્યાસ અહેવાલમાં, યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (ઇએફએસએએસ), એક ડચ સ્થિત થિંક ટેન્કે કહ્યું છે કે ચીન બ્રહ્મપુત્રા બેસિન પર પ્રભુત્વ મેળવવાની વ્યૂહરચના બનાવી રહ્યું છે.

Published On - 10:34 am, Wed, 11 January 23

Next Article