પેન્શન સંબંધિત જૂની નીતિમાં સરકારનો મોટો ફેરફાર, કર્મચારીની હત્યાના કિસ્સામાં રોકવામાં નહીં આવે પરિવારનું પેન્શન

|

Sep 23, 2021 | 12:09 AM

નવા નિયમ મુજબ મૃતક કર્મચારીના જીવનસાથી સામે ફોજદારી કાર્યવાહીના નિકાલ સુધી પરિવારના અન્ય લાયક સભ્યો કુટુંબ પેન્શન મેળવવા માટે હકદાર રહેશે.

પેન્શન સંબંધિત જૂની નીતિમાં સરકારનો મોટો ફેરફાર, કર્મચારીની હત્યાના કિસ્સામાં રોકવામાં નહીં આવે પરિવારનું પેન્શન
Life Certificate

Follow us on

કેન્દ્રએ તાજેતરના પગલામાં પેન્શન (Pension) સંબંધિત જૂની નીતિમાં સુધારો કર્યો છે. સુધારા મુજબ કર્મચારીની હત્યા સંબંધિત કેસમાં પરિવારનું પેન્શન સ્થગિત કરવામાં આવશે નહીં, પરંતુ પેન્શન પરિવારના અન્ય લાયક સભ્યને આપવામાં આવશે.

 

નવા નિયમ મુજબ મૃતક કર્મચારીના જીવનસાથી સામે ફોજદારી કાર્યવાહીના નિકાલ સુધી પરિવારના અન્ય લાયક સભ્યો પારિવારીક પેન્શન મેળવવા માટે હકદાર રહેશે. જો પતિ અથવા પત્ની હત્યાના આરોપમાં દોષિત સાબિત ન થાય તો તેને નિર્દોષ છુટ્યાની તારીખથી પારિવારીક પેન્શન આપવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

કેન્દ્રીય સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો 1972 હેઠળ જો કોઈ પણ વ્યક્તિ કે જે સરકારી કર્મચારી અથવા પેન્શનરના મૃત્યુ પર પારીવારીક પેન્શન મેળવવા માટે હકદાર છે, તેના પર સરકારી નોકર અથવા પેન્શનરની હત્યા અથવા હત્યા માટે ઉક્સાવવાનો  આરોપ છે તો આવા કિસ્સામાં પારિવારીક પેન્શનની ચુકવણી ફોજદારી કાર્યવાહીના અંત સુધી સ્થગિત રહેશે.

 

આવી સ્થિતિમાં ન તો ગુના માટે આરોપી વ્યક્તિ કે ન તો અન્ય કોઈ લાયક કુટુંબના સભ્યને કેસના અંત સુધી કૌટુંબિક પેન્શન ચૂકવવામાં આવે છે. જો ફોજદારી કાર્યવાહીના નિષ્કર્ષ પર સંબંધિત વ્યક્તિને સરકારી કર્મચારીની હત્યા કરવા અથવા હત્યા માટે ઉક્સાવવા માટે દોષિત ઠેરવવામાં આવે છે તો તેને પારિવારીક પેન્શન મળશે નહીં.

 

શું આવ્યો નીતિમાં ફેરફાર

આવી પરિસ્થિતીમાં સરકારી કર્મચારીના મૃત્યુની તારીખથી પરિવારના કોઈ અન્ય લાયક સભ્યને પારિવારીક  પેન્શન ચૂકવવાપાત્ર બનશે. પરંતુ જો સંબંધિત વ્યક્તિ પછીથી ફોજદારી આરોપમાંથી મુક્ત થાય છે તો કર્મચારી અથવા પેન્શનરના મૃત્યુની તારીખથી તે વ્યક્તિને પારિવારીક પેન્શન ચૂકવવાપાત્ર બને છે.

 

જો કે પરિવારના અન્ય કોઈ સભ્ય, ખાસ કરીને આશ્રિત બાળકો અથવા માતા -પિતાને, જેમના પર આરોપ નથી, તેમને ફોજદારી કાર્યવાહીના સમાપન સુધી ફેમિલી પેન્શનની ચુકવણી ન કરવી યોગ્ય માનવામાં આવી ન હતી. ફોજદારી કાર્યવાહીને અંતિમ સ્વરૂપ આપવામાં ઘણો સમય લાગી શકે છે અને મૃતકના લાયક બાળકો અથવા માતા -પિતાનું આર્થિક સહાયના અભાવે  મૃત્યુ પણ થઈ શકે છે, આને ધ્યાનમાં રાખીને પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

 

તેથી, હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કિસ્સામાં પારિવારીક પેન્શન મેળવવા માટે લાયક વ્યક્તિ પર સરકારી કર્મચારીની હત્યા અથવા આવા ગુનો કરવા માટે  ઉક્સાવવાનો આરોપ છે અને તેની પારિવારીક પેન્શનની ચુકવણી સ્થગિત રહે છે. કેસના અંત સુધી પરિવારના અન્ય કોઈ પાત્ર સભ્યને મંજૂરી આપવામાં આવશે. જો અન્ય પાત્ર સગીર છે તો તેને વાલી મારફતે પારિવારીક પેન્શન ચૂકવવામાં આવશે.

 

 

આ પણ વાંચો :  ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક, અત્યાર સુધીમાં 15 લોકોનુ કર્યુ ભક્ષણ ! વિશેષ ટીમ જોતરાઈ આદમખોરની શોધમાં

Next Article