2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલશે, રેલવે બોર્ડે તૈયારીઓ કરી શરૂ

|

Jan 16, 2021 | 9:16 AM

રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યું કે, વર્ષ 2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલવાની છે. રેલવે બોર્ડ સ્તર પર જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આગામી દિવસોમાં મુસાફરોને ટ્રેન માટે મુશ્કેલી ઓછી થશે. રેલવેની માગ અનુસાર ટ્રેન અને માલગાડી ચાલશે. જેના કારણે રેલવેનું મૂળમાંથી પરિવર્તન થઈ રહ્યું છે. આ પણ […]

2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલશે, રેલવે બોર્ડે તૈયારીઓ કરી શરૂ

Follow us on

રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યું કે, વર્ષ 2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલવાની છે. રેલવે બોર્ડ સ્તર પર જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આગામી દિવસોમાં મુસાફરોને ટ્રેન માટે મુશ્કેલી ઓછી થશે. રેલવેની માગ અનુસાર ટ્રેન અને માલગાડી ચાલશે. જેના કારણે રેલવેનું મૂળમાંથી પરિવર્તન થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ અમિત શાહે કરી જાહેરાત, સેનાના આ દળના જવાનોને મળશે 100 દિવસની રજા

ચેરમેન પૂર્વોત્તર રેલવેના મહાપ્રબંધક રાજીવ અગ્રવાલ અને તેની ટીમની સાથે ‘જીએમ નિરીક્ષણ સ્પેશિય ટ્રેન’થી વારાણસી-બલિયા-છપરા રેલમાર્ગનું નિરીક્ષણ કરીને ગોરખપુર પહોંચ્યા હતા. ગોરખપુર જંકશન પર પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, મુસાફરોની સુવિધા અને વ્યવસ્થા માટે ખાનગી ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. પરંતુ ટ્રેનની સુરક્ષા અને ઓપરેશન રેલવેના હાથમાં રહેશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દિલ્હીથી મુંબઈ, કલકત્તા અને પટના વગરે શહેરોમાં ટ્રેનની માગણી વધી છે. પરંતુ અત્યારે નવી ટ્રેનો માટે રેલ લાઈનની જગ્યા નથી. જેના માટે ભારતીય રેલવેના સ્તર પર માત્ર માલગાડીઓ માટે ફ્રેટ કોરિડોર તૈયાર કરી રહ્યા છીએ. ફ્રેટ કોરિડોર ડિસેમ્બ 2021 સુધી તૈયાર થઈ જશે. જે બાદ તમામ માલગાડી ફ્રેટ કોરિડોર પર જ ચાલશે. અને પછી યાત્રી ટ્રેન માટે રેલવેને ખાલી લાઈન મળી જશે.

રેલવે બોર્ડના ચેરમેને કહ્યું કે, યાત્રીટ્રેન માટે ભારતીય રેલલાઈનને અપગ્રેડ કરવામાં આવે છે. જેના માટે સરકારે 13 હજાર કરોડ રૂપિયા સ્વીકૃત કર્યા છે. જેના પર 160 કીમી પ્રતિ કલાકની ગતિથી ટ્રેન ચાલી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:04 am, Sun, 29 December 19

Next Article