Good News: રાજ્યના કર્મચારીઓને યોગી સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે

હવે કર્મચારીઓને 31 ટકાના બદલે 34 ટકા ડીએ મળશે. રાજ્યમાં સરકારે (Uttar Pradesh Government) ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. ડીએમાં વધારા બાદ રાજ્ય સરકાર પર દર મહિને રૂ.220 કરોડનો વધારાનો બોજ પડશે.

Good News: રાજ્યના કર્મચારીઓને યોગી સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે
UP CM Yogi Adityanath
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Jul 23, 2022 | 7:40 AM

Good News: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ની યોગી આદિત્યનાથ (Yogi Adityanath)સરકારે રાજ્યના કર્મચારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (Dearness Allowance)એટલે કે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો છે. માહિતી અનુસાર, રાજ્ય સરકારે 1 જાન્યુઆરી, 2022 થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો દર 31 ટકાથી વધારીને 34 ટકા કર્યો છે. આનાથી રાજ્યના 22 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.રાજ્યના કર્મચારીઓના 3% ડીએમાં વધારો કર્યા બાદ રાજ્ય સરકાર પર દર મહિને રૂ.220 કરોડનો વધારાનો બોજ પડશે. 

યોગી સરકારના નિર્ણય બાદ રાજ્યના કર્મચારીઓને ઓગસ્ટથી ત્રણ ટકાના વધારાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. એટલે કે રાજ્યના કર્મચારીઓનો વધેલો પગાર ઓગસ્ટ મહિનાના પગારમાં આવશે. વાસ્તવમાં કેન્દ્ર સરકારના ડીએમાં વધારો કર્યા બાદ રાજ્ય સરકાર પર પણ તેને વધારવાનું દબાણ હતું. જેથી સરકારે હવે તેની જાહેરાત કરી છે. નાણા વિભાગે કર્મચારીઓ અને પેન્શનરોને વધેલા દરે ડીએ અને ડીઆરની ચૂકવણીની મંજૂરી માટે નાણાં પ્રધાન દ્વારા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ફાઇલ મોકલી હતી હવે તેના પર નિર્ણય લેવામાં આવ્યો છે.

કર્મચારીઓનું DA 34% રહેશે

રાજ્યમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના DAમાં વધારો જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી લાગુ થશે. કેન્દ્ર સરકારે પણ તેના કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2022થી 31ને બદલે 34 ટકાના દરે DA આપવાનો નિર્ણય કર્યો છે. . જે બાદ હવે રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે ડીએ વધારીને 34 ટકા કરી દીધો છે.

રાજ્ય સરકાર પર 220 કરોડનો વધારાનો બોજ આવશે

જાણકારી અનુસાર હવે કર્મચારીઓને 31 ટકાના બદલે 34 ટકા ડીએ મળશે. રાજ્યમાં સરકારે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. રાજ્યના કર્મચારીઓના 3% DAમાં વધારો કર્યા બાદ રાજ્ય સરકાર પર દર મહિને રૂ. 220 કરોડનો વધારાનો બોજ પડશે.

Published On - 7:40 am, Sat, 23 July 22