અગ્નિવીરો માટે સારા સમાચાર! CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં 10 ટકા અનામત હશે, વય મર્યાદામાં પણ છૂટછાટની અમિત શાહની જાહેરાત

|

Jun 18, 2022 | 9:43 AM

ભારત સરકારે અગ્નિપથ (Agneepath Scheme) યોજનાની મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home MInistry)કહ્યું છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે.

અગ્નિવીરો માટે સારા સમાચાર! CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં 10 ટકા અનામત હશે, વય મર્યાદામાં પણ છૂટછાટની અમિત શાહની જાહેરાત
CAPF and Assam Rifles will have 10 per cent reservation in recruitment, Amit Shah announces relaxation in age limit too

Follow us on

ભારત સરકારે અગ્નિપથ યોજના(Agneepath Scheme)ને લઈને મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને આસામ રાઈફલ્સ (Assam Rifles) ની ભરતીમાં ‘અગ્નવીર’ને પ્રાધાન્ય આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે બંને વિભાગોમાં યોજાનારી ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરો માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અગ્નિપથ યોજના સામે દેશભરમાં વિરોધ

તેલંગાણાના સિકંદરાબાદમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે દેશના વિવિધ ભાગોમાં સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધના ભાગરૂપે પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગુસ્સે થયેલા યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી, ખાનગી, જાહેર વાહનો, રેલ્વે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી હતી અને હાઈવે અને રેલ્વે લાઈનોને બ્લોક કરી દેવામાં આવી હતી.

દેશભરમાં વિરોધ વચ્ચે તેલંગાણામાં એક વ્યક્તિનું મોત થયું 

શુક્રવારે જીવ ગુમાવનાર યુવકની ઓળખ 24 વર્ષીય રાકેશ તરીકે થઈ છે, જે વારંગલ જિલ્લાના ડાબીરપેટ ગામનો રહેવાસી છે. બુધવારથી શરૂ થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ મોતનો આ પહેલો કિસ્સો છે. પડોશી બિહાર અને પશ્ચિમ બંગાળના ભાગોમાં અગ્નિપથ યોજના સામે વિરોધને પગલે, રાજ્ય સરકારે શુક્રવારે તમામ જિલ્લા વહીવટીતંત્રોને સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંય પણ બગડે નહીં.

Published On - 9:43 am, Sat, 18 June 22

Next Article