Viral Photos : નવરાત્રિની દેશભરમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ પાવન પ્રસંગ નિમિત્તે દેશભરમાં મંદિરોમાં ઘણી સજાવટ જોવા મળે છે.તમે મંદિરમાં સોના-ચાંદીના શણગાર જોયા હશે,પરંતુ શું તમે ક્યારેય ચાર કરોડથી વધુનો શણગાર જોય છે ?. તાજેતરમાં તેલંગણાના એક માતા રાનીના મંદિરનો (Matarani Temple) શણગાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ મંદિરમાં કરવામાં આવ્યો અનોખો શણગાર
તેલંગણામાં દેવી કન્યાક પરમેશ્વરીની મંદિરમાં ભક્તો પૈસા, સોનું, ચાંદી જેવી વિવિધ વસ્તુઓ અર્પણ કરતા જોવા મળે છે. ત્યારે નવરાત્રિના તહેવાર (Navratri Festival) દરમિયાન માતા રાનીના મંદિરને રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યું છે, જેને જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ બન્યા છે.
Andhra Pradesh: Deity at Sri Kanyaka Parameswari Temple decorated with gold and currency in Visakhapatnam on the occasion of Dasara
“The cash, gold, and silver used in the decoration is worth Rs 4 crores,” said the temple president Chandra Sekhar pic.twitter.com/aPMBNpZDPT
— ANI (@ANI) October 13, 2021
ચાર કરોડથી વધુની નોટથી શણગારવામાં આવ્યુ મંદિર
તમને જણાવી દઈએ કે, તેલંગાણાના (Telangana)મહબુબનગર જિલ્લામાં આવેલા કન્યાકા પરમેશ્વરી દેવીના મંદિરમાં નવરાત્રિના પાંચમા દિવસે માતાને મહાલક્ષ્મી દેવી તરીકે શણગારવામાં આવ્યા હતા. સાથે મંદિરમાં માતા રાણીની મૂર્તિ અને મંદિરની દિવાલોને નવી નોટોથી શણગારવામાં આવી હતી, મંદિરની દીવાલો પર નોટોનો શણગાર (Temple Decoration) જોઈને લોકોને ઘણુ આશ્વર્ય થઈ રહ્યુ છે.
જોઈને ભક્તો પણ મંત્ર મુગ્ધ થયા
માતા રાનીના આ મંદિરના શણગારમાં 4,44,44,444 રૂપિયાની નવી ચલણી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જેમાં 2000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયાની નવી ચલણી નોટોનો સમાવેશ થાય છે. આ અનોખા શણગારની તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો: Video : પાકિસ્તાનીઓનો અનોખો જુગાડ ! નવા મોડેલ પર નીકળેલ પાકિસ્તાનીઓને જોઈને લોકો આઘાતમાં
આ પણ વાંચો: Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર
Published On - 7:14 pm, Thu, 14 October 21