ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે Shweta Tiwariના નિવેદન પર હંગામો, MP ગૃહમંત્રીએ કહ્યું પગલાં લઈશ

પ્રમોશન દરમિયાન શ્વેતા તિવારી (Shweta Tiwari)એ સ્ટેજ પર ચર્ચા કાર્યક્રમમાં મજાક ઉડાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વિવાદાસ્પદ નિવેદનમાં શ્વેતા તિવારીએ કહ્યું ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે

ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે Shweta Tiwariના નિવેદન પર હંગામો, MP ગૃહમંત્રીએ કહ્યું પગલાં લઈશ
Shweta Tiwari (File Image)
| Edited By: | Updated on: Jan 29, 2022 | 6:55 PM

પ્રમોશન દરમિયાન શ્વેતા તિવારી (Shweta Tiwari)એ સ્ટેજ પર ચર્ચા કાર્યક્રમમાં મજાક ઉડાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વિવાદાસ્પદ નિવેદનમાં શ્વેતા તિવારીએ કહ્યું ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે. શ્વેતાની આ વાત પછી હંગામો શરૂ થઈ ગયો છે. શ્વેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી(Shweta Tiwari)એ ભગવાન વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. હાલના દિવસોમાં શ્વેતા તિવારી ભોપાલમાં છે. ફેશનને લગતી વેબ સિરીઝની જાહેરાત માટે તે સ્ટારકાસ્ટ અને પ્રોડક્શન ટીમ સાથે ભોપાલ પહોંચી હતી. આ સિરીઝના પ્રમોશન દરમિયાન શ્વેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું જેને સાંભળીને હંગામો મચી ગયો.

શ્વેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું

પ્રમોશન દરમિયાન શ્વેતા તિવારીએ સ્ટેજ પર કાર્યક્રમમાં મજાક ઉડાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વિવાદાસ્પદ નિવેદનમાં શ્વેતા તિવારી (Shweta Tiwari)એ કહ્યું ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે. શ્વેતાની આ વાત પછી હંગામો શરૂ થઈ ગયો છે. શ્વેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

 

ગૃહમંત્રીએ રિપોર્ટ માંગ્યો

મનીષ હરિશંકર દ્વારા નિર્દેશિત આ શ્રેણીના તમામ સ્ટાર્સ ભોપાલ (Bhopal)માં પ્રમોશન માટે સાથે ગયા હતા, જ્યાં Shweta Tiwariએ મજાકમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકોનું કહેવું છે કે શ્વેતાએ આવું નિવેદન કરીને તેમની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. ભોપાલમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શ્વેતા તિવારીની મુશ્કેલીઓ વધી શકે છે.

પત્રકારો સાથે વાત કરતા નરોત્તમ મિશ્રા (Narottam Mishra)એ કહ્યું કે ‘મેં શ્વેતા તિવારીનું નિવેદન સાંભળ્યું છે, જોયું છે. હું નિવેદનની નિંદા કરું છું. મેં ભોપાલ પોલીસ કમિશનરને સૂચના આપી છે કે, તેઓ તપાસ કરે અને મને જલ્દી રિપોર્ટ સોંપે. ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે

આ સિરીઝમાં શ્વેતા જોવા મળશે

શ્વેતા તિવારીની નવી વેબ સિરીઝની વાત કરીએ તો તેનું શૂટિંગ ભોપાલમાં થવાનું છે. આ વેબ સિરીઝ (Web series)ને મનીષ હરિશંકર ડિરેક્ટ કરી રહ્યા છે. આ સિરીઝનું નામ ‘શો સ્ટોપર્સ’ રાખવામાં આવ્યું છે. આ સિરીઝમાં રોહિત રાય, કંવલજીત, સૌરભ રાજ જૈન અને શ્વેતા તિવારી જોવા મળશે.

અંગત જીવન વિશે ચર્ચાઓ થાય છે

આ પહેલીવાર નથી જ્યારે શ્વેતા તિવારી વિવાદમાં ફસાઈ હોય. આ પહેલા તે પોતાના અંગત જીવનને લઈને વિવાદોનો સામનો કરી ચુકી છે. શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીએ ખૂબ જ હંગામો મચાવ્યો હતો, જે પછી વિવાદોમાં રહ્યા હતા. આ પછી તેના બીજા પતિ અભિનવ કોહલી ( Abhinav Kohli)એ શ્વેતા તિવારી પર તેની પાસેથી પુત્ર છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો. હજુ પણ અભિનવ અને શ્વેતા વચ્ચેની લડાઈ પૂરી થઈ નથી.

 

Published On - 1:14 pm, Thu, 27 January 22