G 20 નું પ્રમુખપદ સંભાળતા ભારતને વૈશ્વિક નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, પીએમ મોદીએ માન્યો આભાર

|

Dec 05, 2022 | 7:13 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલ રવિવારે ભારતના G20 ગ્રુપનું અધ્યક્ષપદ સંભાળવા બદલ યુએસ પ્રમુખ જો બાઈડન અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વના નેતાઓએ ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી. G20 ગ્રુપનું અધ્યક્ષપદ સંભાળવા બદલ ભારતને શુભેચ્છા પાઠવનાર નેતાઓનો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર માન્યો હતો.

G 20 નું પ્રમુખપદ સંભાળતા ભારતને વૈશ્વિક નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, પીએમ મોદીએ માન્યો આભાર
Prime Minister Narendra Modi ( File Photo)

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલ રવિવારે ભારતના G20 ગ્રુપનું અધ્યક્ષપદ સંભાળવા બદલ યુએસ પ્રમુખ જો બાઈડન અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વના નેતાઓએ ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી. G20 ગ્રુપનું અધ્યક્ષપદ સંભાળવા બદલ ભારતને શુભેચ્છા પાઠવનાર નેતાઓનો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર માન્યો હતો. આ દરમિયાન તેમણે તમામ નેતાઓને વૈશ્વિક સ્તરે સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનનો માન્યો આભાર

G20 ગ્રુપનું પ્રમુખપદ ધારણ કરવા પર બાઈડન દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. તેમણે બાઈડન સાથે મળીને કામ કરવાના મહત્વ ઉપર ભાર મૂક્યો. તેણે એક કહ્યું, અમેરિકાના રાષ્ટ્રપતિનો આભાર. તમારુ અમૂલ્ય સમર્થન ભારતના G20 પ્રેસિડન્સી માટે શક્તિનો સ્ત્રોત બની રહેશે. તે મહત્વનું છે કે આપણે બધા સાથે મળીને વધુ સારા જગતનુ નિર્માણ કરીએ.

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

બાઈડને સમર્થનની કરી વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને શુક્રવારે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે ભારત અમેરિકાનો મજબૂત ભાગીદાર છે અને તેઓ ભારતના G20 પ્રમુખપદ દરમિયાન તેમના મિત્ર વડાપ્રધાન મોદીને સમર્થન આપવા માટે ઉત્સુક છે.

ઇમેન્યુઅલ મેક્રોનનો પીએમ મોદીએ માન્યો આભાર

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કર્યું, ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય. ભારતે G-20નું પ્રમુખપદ સંભાળ્યું છે. મને વિશ્વાસ છે કે મારા મિત્ર નરેન્દ્ર મોદી અમને શાંતિની દુનિયા અને વધુ ટકાઉ વિશ્વનું નિર્માણ કરવા માટે સાથે લાવશે. મેક્રોનના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આભાર, મારા પ્રિય મિત્ર ઈમેન્યુઅલ મેક્રોન. હું ભારતના G20 પ્રેસિડેન્સી દરમિયાન તમારી સાથે નજીકથી કામ કરવા અને પરામર્શ કરવા આતુર છું, કારણ કે અમે સમગ્ર માનવતાને અસર કરતા મુદ્દાઓ પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કામ કરીએ છીએ.’

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલનો માન્યો આભાર

ભારતને શુભકામનાઓ પાઠવવા બદલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલનો આભાર માન્યો હતો. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘આભાર ચાર્લ્સ મિશેલ. અમે સારા વિશ્વ માટે સામૂહિક રીતે કામ કરતા હોવાથી તમારી સક્રિય ભાગીદારીની આવશ્યકતા છે. નોંધનીય છે કે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મિશેલે ભારતને G-20નું અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો પણ તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આભાર પેડ્રો સાંચેઝ. આવનારી પેઢીઓ માટે સારી પૃથ્વી બનાવવા માટે વર્તમાન પડકારોને ઘટાડવા માટે સામૂહિક રીતે કામ કરવા અંગેના તમારા વિચારોને હું સંપૂર્ણ સમર્થન આપું છું.

Next Article