ગુજરાત કેડરના આ IAS અધિકારી બન્યા દેશના નવા CAG

|

Sep 21, 2020 | 11:39 AM

જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પદ પરથી રાજીનામું આપનારા જી.સી.મુર્મૂને CAG તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેને લઈ કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ છે. જી.સી.મૂર્મૂ રાજીવ મહર્ષિની જગ્યા લેશે. તમને જણાવી દઈએ કે 60 વર્ષીય જી.સી.મુર્મૂ 1985 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. Girish Chandra Murmu to take oath as the Comptroller & Auditor General of India (CAG) […]

ગુજરાત કેડરના આ IAS અધિકારી બન્યા દેશના નવા CAG

Follow us on

જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પદ પરથી રાજીનામું આપનારા જી.સી.મુર્મૂને CAG તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેને લઈ કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ છે. જી.સી.મૂર્મૂ રાજીવ મહર્ષિની જગ્યા લેશે. તમને જણાવી દઈએ કે 60 વર્ષીય જી.સી.મુર્મૂ 1985 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જી.સી.મુર્મૂએ 31 ઓક્ટોબર 2019એ જમ્મૂ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. મુર્મૂ ઓડિશાના સુંદરગઢના રહેવાસી છે. તેમને ઉત્કલ યૂનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. ત્યારબાદ તેમને યૂનિવર્સિટી ઓફ બર્મિઘમમાંથી MBAનો અભ્યાસ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે મુર્મૂના રાજીનામા પછી ભાજપના વરિષ્ઠ નેતા મનોજ સિંહાની જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે નિમણુક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મુર્મૂના રાજીનામાનો સ્વીકાર કરી લીધો અને આ પદ પર સિંહાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:26 am, Fri, 7 August 20

Next Article